🔥 ट्रेंडिंग राजस्थान में भाजपा ने जीते 197 नगर निक... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ... लक्ष्मी मित्तल और आदर पूनावाला राजस्था... गांजा जब्ती मामले में हाई कोर्ट ने चेक... महाराष्ट्र में आज का पेट्रोल-डीजल भाव:... पालघर में मुंबई-अहमदाबाद हाईवे पर टैंक...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાપુનગર હોસ્પિટલમાં લાંચની ગેરકાયદેસર માંગણીમાં 4 પકડાયા, એક ફરાર
अपराध

બાપુનગર હોસ્પિટલમાં લાંચની ગેરકાયદેસર માંગણીમાં 4 પકડાયા, એક ફરાર

✍️ रिपोर्टर: Shah Parth Govindbhai 🗓 11 सित. 2026, 09:37 PM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાપુનગર જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત ભરતી માટે લાંચની માંગણીમાં 4 આરોપી પકડાયા, એક આરોપી ફરાર થયો.

બાપુનગર જનરલ હોસ્પિટલમાં નોકરી આપવાના નામે લાંચ લેતા 4 પકડાયા, એક ફરાર!

ESIC જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત ભરતી કરવા દિલ્હીની એજન્સી સિક્યોરશિલ્ડ સિકયુરિટીસર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ મળેલો હતો.

જૂના કર્મચારીઓની નોકરી પૂરી થઈ ગઈ, તેમને ફરીથી નોકરી રાખવા માટે એજન્સી કર્મચારીઓ દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી.

જેમાં ACB માં એક અરજદારે સંપર્ક કરતા છટકું ગોઠવી 4 ને ઝડપી પાડ્યા છે.

ESIC મોડલ જનરલ(સરકારી) હોસ્પીટલ સાથે કોન્ટ્રાક્ટ થયેલ સિક્યોરશીલ્ડ સિક્યુરિટિ સર્વિસ પ્રા.લી.કંપની દ્વારા કર્મચારીઓની અલગ-અલગ કેટેગરી વાઇસ નોકરી ઉપર રાખવા માટે રૂ.૩૦,૦૦૦/- થી રૂ.૧,૫૦,૦૦૦ સુધી ની ગેરકાયદેસર લાંચ ની માગણી કરી સ્વીકારતા હોવાની ACB ને બાતમી મળેલ જે આધારે લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિક્યોરશીલ્ડ સિક્યુરિટિ સર્વિસ પ્રા.લી.કંપની વટવા ખાતેની ઓફીસ ખાતે આરોપીએ લાંચ પેટ રૂ. ૯૫.૦૦૦/- ની ગેરકાયદેસરની લાંચની માંગણી કરી અને લાંચના નાણાં સ્વીકારી તેમજ બીજા આરોપીઓ એ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી.

સિક્યુરિટિ સર્વિસ પ્રા.લી.કંપનીની ઓફીસના ટેબલના ખાના માંથી રૂ.૨,૨૯,૦૦૦/- રોકડા મળી આવેલ તેમજ આરોપી નં.૧ તથા ૨ રોકાયેલ હોટલના રૂમની ઝડતી તપાસ કરતા આરોપીની બેગ માંથી રૂ. ૧૯,૨૯,૯૦૦ રોકડા મળી કુલ રૂ. ૨૧,૫૭,૯૦૦/- રોકડ મળી આવેલ જેથી આ તમામની સામે લાંચનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
📲Get App