🔥 TRENDING এমএলএ প্রসেনজিৎ দা আজ বান্না দুর্গের প... હિંમતનગરમાં કેળાના કોલ્ડ સ્ટોરેજમાં અચ... मेलडी क्रिकेट कल्ब आकोली का मैच India Announces New Phase in Nuclear P... One in Four Jan Dhan Accounts Inoperat... 10 dead, dozens hospitalized after ill...
06 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેપાળમાં ફરી પૂરનો કહેર! 4 ઘર અને બ્રિજ તણાયા

નેપાળમાં ફરી પૂરનો કહેર! 4 ઘર અને બ્રિજ તણાયા

✍️ Reporter: Makvana Jaydip 🗓 06 Sep 2026, 09:47 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નેપાળમાં ફરી પૂરનો કહેર
નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે નામરૂંગ નદીમાં અચાનક પૂર આવ્યું હતું. પૂરનાં પાણીમાં 4 ઘર અને એક સસ્પેન્શન બ્રિજ તણાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પૂર આવવાની જાણ થતાં સ્થાનિક લોકો સમયસર સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. બ્રિજ તણાઈ જવાથી મનાસલુ ટ્રેકિંગ રૂટ પર અવરજવરને અસર થઈ છે.
નામરૂંગ નદી આગળ જઈને બુઢીગંડકી નદીમાં મળે છે. તેથી બુઢીગંડકી નદીના કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
📲Get App