🔥 TRENDING நியாய விலை கடைகளுக்கு அனுப்பப்படும் பொ... આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદ... Tripura CM Announces Expansion of Urba... Tripura CM says idle tea estates could... Neermahal Water Festival to resume in... Motorola launches new phone priced at...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંબાજી મંદિર માં 4 સપ્ટેમ્બર મધ્યરાત્રિએ વિશેષ જન્માષ્ટમી મહાઆરતી
Religion

અંબાજી મંદિર માં 4 સપ્ટેમ્બર મધ્યરાત્રિએ વિશેષ જન્માષ્ટમી મહાઆરતી

✍️ Reporter: Rajesh vanjara 🗓 03 Sep 2026, 03:28 PM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 4 સપ્ટેમ્બર રાત્રે 12 વાજે અંબાજી મંદિર માં જન્માષ્ટમીની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણ માસમાં શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભક્તોનું ભારે ગુંજણ ચાલુ છે. આ વર્ષે જન્માષ્ટમી પર્વને લગતા ખાસ કાર્યક્રમ તરીકે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટએ 4 સપ્ટેમ્બર રાત્રે મધ્યરાત્રિ 12 વાજે મહાઆરતીનું આયોજન કર્યું છે.

મંદિર ટ્રસ્ટના વહીવટદાર મુજબ, જન્મોત્સવની આ મહાઆરતીમાં દર વર્ષે જેમ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે, તેમ આ વર્ષે પણ સમયસર આરતીનું આયોજન કરીને ભક્તો માટે સુવિધાજનક બનાવવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા તમામ માઈભક્તોને આ ખાસ સમયની નોંધ લેવા અને દર્શન માટે આવવા વિનંતી કરવામાં આવી છે. તેમજ સુરક્ષા અને વ્યવસ્થાના પગલાં લેવામાં આવ્યા છે જેથી દર્શન દરમિયાન કોઈ અગવડ ન થાય.

ભક્તો આ આરતીમાં ભાગ લઈને માતા અંબાની કૃપા મેળવવા માટે તત્પર છે.
📲Get App