🔥 TRENDING Veteran Indian women's hockey coach Gu... Eight Goats Burned Alive in Fire at Mu... RPF arrests suspect planning theft at... Home Guard among 10 arrested in Mumbai... BRICS Sustainable Lifestyle Week Cnclu... कोलासर पश्चिम ग्राम पंचायत में दीपावली...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા પોલીસ દ્વારા દિવાળી સુરક્ષા માર્ગદર્શિકા: પરિવારની સુરક્ષા માટે 4 મુખ્ય સૂચનો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 07 Nov 2026, 08:46 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા પોલીસ SP એ દિવાળી ઉત્સવ દરમિયાન પરિવારની સુરક્ષા માટે ચાર મુખ્ય સૂચનો આપ્યા છે, જેમાં પાર્કિંગ, સાવચેતી, ઘરની સુરક્ષા અને સોશિયલ મીડિયા પર સાવચેતીનો સમાવેશ થાય છે..

દિવાળીનો ઉત્સવ આનંદ અને ઉલ્લાસનો સમય છે, પરંતુ સુરક્ષા વિના બધું અધૂરું રહે છે. મહેસાણા પોલીસ SP એ પરિવારની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.પાર્કિંગ બાબતે બજારની ભીડમાં ટ્રાફિક જામ ન થાય તે માટે વાહનો હંમેશા નિર્ધારિત જગ્યાએ જ પાર્ક કરવા સૂચવવામાં આવ્યું છે.સાવચેતી એ જ સલામતી છે.બેંક કે ATM માંથી રોકડ અથવા દાગીના લાવતી વખતે આસપાસ નજર રાખવી અને પૂરી સતર્કતા દાખવવી જરૂરી છે.બેંકો અને જ્વેલર્સ પોતાના તમામ CCTV એક્ટિવ રાખે છે..

ઘરની સુરક્ષા માટે બહારગામ જતાં પહેલાં પડોશીઓ કે સોસાયટીના વિશ્વાસુ સભ્યોને ઘર પર નજર રાખવા ખાસ કહો અને ઘરના CCTV ચાલુ જ રાખો. સોશિયલ મીડિયા પર 'મૌન' રાખો અને બહારગામ હોવાની પોસ્ટ કે ફોટા રજાઓ પૂરી થયા પછી જ શેર કરો,જેથી ચોરને આમંત્રણ ન મળે. મહેસાણા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને અમે સૌને જાગૃત નાગરિક બનીને સલામત દિવાળી ઉજવવા પ્રોત્સાહિત કરે છે.
📲Get App