🔥 TRENDING शिरूर नगरपरिषदेच्या भंगार चोरीप्रकरणी... Karnataka to announce inauguration dat... ઉનાઈ યાત્રાધામમાં એસ.ટી. સુવિધાનો અભાવ... जालंधर: 11 गांवों के लोगों ने डीसी से... नशे के कारोबार पर पुलिस का बड़ा एक्शन:... Karnataka Health Department Launches F...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાઠી તાલુકાના પાડરશિંગા શાળાના 4 બાળકો રાજ્ય કક્ષાએ અમરેલીનું પ્રતિનિધિત્વ કરશે
Sports

લાઠી તાલુકાના પાડરશિંગા શાળાના 4 બાળકો રાજ્ય કક્ષાએ અમરેલીનું પ્રતિનિધિત્વ કરશે

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 14 Oct 2026, 02:16 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ U-14 યોગાસન સ્પર્ધામાં શ્રી પાડરશિંગા કુમાર સરકારી પ્રાથમિક શાળાના 4 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનો ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

અમરેલી જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ U-14 યોગાસન સ્પર્ધા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લાલાવદર ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં લાઠી તાલુકાની શ્રી પાડરશિંગા કુમાર સરકારી પ્રાથમિક શાળાના 4 વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

વિજેતાઓમાં ડાભી કેવલ સંજયભાઈએ વ્યક્તિગત યોગાસનમાં જિલ્લા પ્રથમ અને રીધમીક યોગમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. મકવાણા હર્ષદ સંજયભાઈ રીધમીક યોગમાં પ્રથમ, મકવાણા પ્રશાંત મહેશભાઈ આર્ટિસ્ટીક યોગમાં પ્રથમ, અને મકવાણા હારીલ નરેશભાઈ આર્ટિસ્ટીક યોગમાં દ્વિતીય ક્રમે વિજેતા બન્યા છે. જિલ્લામાંથી કુલ 6 ખેલાડીઓ પસંદ થયા હતા, જેમાં એક જ શાળા અને એક જ તાલુકાના 4 ખેલાડીઓનો સમાવેશ થવો એ શાળા અને જિલ્લા માટે ગૌરવની બાબત છે.

આ સિદ્ધિ યોગ કોચ શ્રી કમલેશભાઈ તરખાલાની અથાગ મહેનત અને વિદ્યાર્થીઓની સતત પ્રેક્ટિસનું પરિણામ છે. હવે આ ચારેય તેજસ્વી વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

શાળા પરિવારના આચાર્ય સંગીતાબેન ડાભી અને સમગ્ર સ્ટાફે વિજેતા બાળકોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
📲Get App