Local
બાબરા નજીક ચેકડેમમાં ડૂબી જતાં 4 યુવાનોના મોત: બે મામા-બે ભાણેજ, પંથકમાં શોક
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે ગણેશ વિસર્જનના દિવસે ચેકડેમમાં નાહવા પડેલા ચાર યુવાનોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોમાં બે મામા અને બે ભાણેજનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે ગણેશ વિસર્જનના દિવસે એક હૃદયદ્રાવક ઘટના બની છે. ગામના ચેકડેમમાં નાહવા પડેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી જતાં તેમના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે ચારેય યુવાનો ચેકડેમમાં નાહવા માટે ઉતર્યા હતા. પાણીની ઊંડાઈનો યોગ્ય અંદાજ ન આવતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ દરમિયાન, બાબરા પોલીસ ગણેશ વિસર્જનના બંદોબસ્ત માટે જઈ રહી હતી ત્યારે ચેકડેમના કિનારે કપડાં પડેલા જોઈ પોલીસને શંકા ગઈ હતી. તપાસ કરતાં પાણીમાં મૃતદેહો તરતા જોવા મળ્યા હતા.
પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં મોટા દેવળીયા ગામના ૨૫ વર્ષીય કનુભાઈ દેવજીભાઈ શિંગાળા અને ૨૨ વર્ષીય સચિનભાઈ કાળુભાઈ શિંગાળા, જ્યારે જેતપુર તાલુકાના નવાગઢ ગામના ભલા પ્રવીણભાઈ જેઠવા અને કેવિન પ્રવીણભાઈ જેઠવાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોમાં બે સગા મામા અને બે ભાણેજ હતા.
ચારેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બાબરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક સાથે ચાર યુવાનોના મોતથી મોટા દેવળીયા ગામ સહિત સમગ્ર બાબરા પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માહોલ છવાયો છે, ખાસ કરીને વાલ્મિકી સમાજમાં ઘેરા શોકની લાગણી છે. બાબરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.