🔥 ट्रेंडिंग ਪਰਵਿੰਦਰ ਝੋਟੇ ਦਾ ਕਾਤਲ ਅਸ਼ਵਨੀ ਪਤਨੀ ਸਣੇ 5... *बिलासपुर : ₹3.38 लाख के चेक घोटाले मे... टोंस नदी में 35 घंटे बाद मिला किशोर शि... ਪਰਵਿੰਦਰ ਝੋਟਾ ਦੇ ਕਤਲ ਮਗਰੋਂ ਇਕ ਹੋਰ ਮੈਡੀਕ... कर्नाटक के मुख्यमंत्री ने आज पूरी तरह... अयुष माथरे को घुटने की सर्जरी, 2–3 मही...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નખત્રાણાના કોટડા ગામમાં છોટા હાથીની ડીઝલ ટેન્કમાં ભીષણ વિસ્ફોટ, 4 લોકોના કરૂણ મોત
स्थानीय

નખત્રાણાના કોટડા ગામમાં છોટા હાથીની ડીઝલ ટેન્કમાં ભીષણ વિસ્ફોટ, 4 લોકોના કરૂણ મોત

✍️ रिपोर्टर: Sanjoť Pravinkumar Budhilal 🗓 22 अग. 2026, 10:00 PM 👁 77
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કચ્છના નખત્રાણા નજીક આવેલા કોટડા ગામમાં એક છોટા હાથી વાહનની ડીઝલ ટેન્કમાં અચાનક થયેલા ધડાકાને કારણે ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

નખત્રાણા નજીક આવેલા કોટડા ગામમાં એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં એક છોટા હાથી વાહનની ડીઝલ ટેન્કમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં સ્થળ પર જ 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અચાનક થયેલા આ વિસ્ફોટને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને વિસ્ફોટના ચોક્કસ કારણો જાણવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
📲Get App