🔥 TRENDING શ્રી હલારી વાળંદ સમાજ જુનાગઢ દ્વારા શર... जटाशंकर कार्यालय में दमोह के क्षेत्रवा... Bengal Christians Alleges Threats, Att... Hindu hardliners face lawsuit over att... West Bengal to end extended Durga Puja... Mumbai Civic Body Seeks Bids to Operat...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સરદારનગરમાં પત્નીના 3.71 લાખના દાગીના લઈને પ્રેમિકા સાથે ફરાર, લોનના બહાને ઘરેથી નીકળેલો પતિ

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 20 Oct 2026, 04:52 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરદારનગરમાં કન્સ્ટ્રક્શન ધંધો કરતા 34 વર્ષીય પતિએ લોનના કામનું બહાનું કાઢીને પત્નીના અંદાજિત 3.71 લાખની કિંમતના 12 તોલા સોનાના દાગીના ચોરીને પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો છે. પત્નીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

સરદારનગરમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા 34 વર્ષીય યુવકે પત્નીના અલગ અલગ 12 તોલા સોનાના દાગીના ચોરીને પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. લોનના કામનું બહાનું કાઢીને ઘરેથી નીકળેલો પતિ પરત ના ફરતાં પત્નીએ તપાસ કરી હતી. પતિ પ્રેમિકા સાથે ભાગી ગયો હોવાનું અને ઘરમાંથી દાગીના પણ ગાયબ હોવાનું જાણવા મળતાં પત્નીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના જ પતિ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, સરદારનગર વિસ્તારમાં એક પતિ પોતાની જ પત્નીના દાગીના ચોરીને પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. એક સોસાયટીમાં રહેતા 34 વર્ષીય મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા 34 વર્ષીય પતિએ ગત 24 સપ્ટેમ્બરે સવારે લોનના કામનું બહાનું કાઢીને ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત્રે ફોન પર વાત થયા બાદ તેમનો ફોન બંધ આવતા પત્નીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

જોકે, ત્યારબાદ સગાસંબંધીઓ મારફતે જાણવા મળ્યું હતું કે પતિ અન્ય કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતા હતો અને તેની સાથે ભાગી ગયો છે. પીડિત પત્નીએ ઘરમાં તપાસ કરતા ઘરની તિજોરીમાંથી પિયર અને સાસરી પક્ષ તરફથી મળેલા અંદાજિત 12 તોલા સોનાના દાગીના જેમાં ચેઈન, મંગળસૂત્ર, બુટ્ટી, વીંટી વગેરે સહિત આશરે 3,71,000 થાય છે, તે ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

પતિ જ ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી પ્રેમિકા સાથે ભાગી જતા આખરે પત્નીએ પોતાના પતિ વિશાલભાઈ વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
📲Get App