🔥 TRENDING 19‑Year‑Old Woman Identified as Victim... Person Injured in Shooting Near Chicag... राजस्थान मे ं 2 दिन बाद बारिश का अलर्ट... Veteran Actor Nana Patekar’s Final Fil... 17 कैदी फरार हो गए. पुलिस के मुताबिक क... Apple launches iPad mini with 8.5‑inch...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી: 37 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજુલા પોલીસે ઝડપી પાડ્યો

✍️ Reporter: Anil Vaghela 🗓 27 Oct 2026, 08:26 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા પોલીસની મોટી કાર્યવાહી: 37 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજુલા પોલીસે ઝડપી પાડ્યો
રાજુલા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજુલા પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા 37 વર્ષથી નાસતા ફરતા અને અમરેલી જિલ્લાના લીસ્ટેડ જાહેર થયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, પકડાયેલા આરોપીનું નામ અબ્દુલ સત્તાર મોહમ્મદ હબીબ કુરેશી છે. તે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના લક્ષ્મણપુર તાલુકાના ધરોરા ગામનો રહેવાસી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
રાજુલા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આરોપીને પકડનાર પોલીસ કર્મચારીઓ
મધુભાઈ પોપટ
હરસુરભાઈ વાળા
મનુભાઈ માંગાણી
સુરેશભાઈ મેર
રવિરાજભાઈ વરૂ
મહેશભાઈ બારૈયા
રાજુલા પોલીસની આ કામગીરીને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
📲Get App