🔥 TRENDING રાજુલાના કોટડી મુકામે 'સેવાસેતુ' કાર્ય... मध्य प्रदेश में 4 साल की सेवा पूरी करन... Hrishikesh Mukherjee Turns 104: Celebr... Heavy Rain Expected in Four Tamil Nadu... Tamil Nadu: Four Arrested in YouTuber... Madhya Pradesh Police Crack Down on Rs...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મંડવી તાલુકાના પુના ગામમાં સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદે વૃક્ષો કાપી, 350 વૃક્ષો નાશ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 09:32 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પુના ગામના નાગરિકોએ સરપંચ પર પદનો દુરુપયોગ કરી વૃક્ષો કાપવાનું આક્ષેપ કર્યો છે. તલાટી કમ મંત્રી અને પંચોએ તપાસમાં 350 વૃક્ષો કાપેલા શોધાય છે.

મંડવી તાલુકાના પુના ગામમાં સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદે વૃક્ષો કાપી નાખવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યો છે. ગામના જાગૃત નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિત ફરિયાદ કરી આક્ષેપ કર્યો હતો કે, વર્તમાન સરપંચે પોતાના પદનો દુરુપયોગ કરી, ગ્રામ પંચાયતના ઠરાવ કે वन વિભાગની કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના કિંમતી અને વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે.

ગ્રામજનોની ઉગ્ર રજૂઆત અને તપાસની માગણી બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. ફરિયાદના આધારે ગત 8 સપ્ટેમ્બર 2026ના રોજ તલાટી કમ મંત્રી અને સ્થાનિક પંચોની ઉપસ્થિતિમાં ઘટનાસ્થળે રૂબરૂ તપાસ કરી પંચરોજકામ કરાયું હતું.

આ પંચકયાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સ્થળ પરથી અંદાજિત 41 બાવળ, 88 ગુલમહોર, 208 નીલગીરી અને 1 ખાખરાનું વૃક્ષ મળીને કુલ 350 જેટલાં નાના-મોટાં વૃક્ષો થડમાંથી કાપી નાખ્યા હોવાની પુષ્ટિ થઈ હતી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, કાપવામાં આવેલા વૃક્ષોમાં 100 વર્ષ જૂના બાવળનો પણ સમાવેશ થતો હતો, જે પશુઓ માટે છાંયડાનો મુખ્ય આશરો હતા. પંચરોજકામ વખતે કાપેલા વૃક્ષોની ડાળીઓ કે લાકડાં સ્થળ પર હાજર ન હતા, જેથી લાકડાં બારોબાર વેચી દઈને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
📲Get App