🔥 TRENDING અમદાવાદ કાલુપુર સ્ટેશન બહાર રિક્ષામાં... Headlines આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ... અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરફરાજ શેખને પ... Two kashmir trains canceled 15 days fr... Odisha Engineer Arrested in Late‑Night...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં તાલ ગ્રુપની 32 વર્ષની પરંપરાવાળી તાલરાત્રિ, ડ્રેસકોડમાં ગરબા રમતા ખેલૈયાઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Oct 2026, 12:44 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં તાલ ગ્રુપ દ્વારા ભવ્ય તાલરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 32 વર્ષથી ચાલતી ગરબાની પરંપરાને નવા રૂપ આપવામાં આવ્યું હતું..

સાબરકાંઠાના-:
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલા સૂર્યોદય પાર્ટી પ્લોટ ખાતે તાલ ગ્રુપ દ્વારા ભવ્ય તાલરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.છેલ્લા 32 વર્ષથી સતત ગરબાનું આયોજન કરી રહેલા આ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ભક્તિ,પરંપરા અને ઉત્સાહના સમન્વય સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં નવી પેઢીથી લઈને સિનિયર સિટીઝન સુધીના લોકો ઉત્સાહભેર જોડાયા હતા, જેથી તાલરાત્રિને યાદગાર બનાવી હતી.આ વર્ષે તાલ ગ્રુપ દ્વારા તાલરાત્રિને નવા રૂપ અને અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.ખેલૈયાઓ માટે ખાસ ડ્રેસકોડ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓએ ગરબે ઘૂમી ઉત્સવનો આનંદ માણ્યો હતો..

કાર્યક્રમ દરમિયાન ગરબાના તાલે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે ખાસ તૈયાર કરવામાં આવેલા સેલ્ફી પોઇન્ટ પર ફોટોગ્રાફી માટે ખેલૈયાઓની ભીડ ઉમટી હતી.તાલ ગ્રુપ દ્વારા આ વર્ષે 32 ફૂટ ઊંચા વાંસનો ઉપયોગ કરી પ્રવેશ દ્વારથી ઝીગઝેગમાં ગોઠવણી કરીને અલગ અલગ ચીજવસ્તુઓથી શણગાર કરી સેલ્ફી પોઇન્ટ ઉભા કરાયા હતા. ત્યારબાદ મેદાનમાં પ્રવેશતા 33 ફૂટ ઊંચા પોલ પર શણગાર અને તેની નીચે માતાજીની માંડવી બિરાજમાન કરવામાં આવી હતી, જેના ફરતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા..

તાલ ગ્રુપના આયોજકોએ હિંમતનગરની જનતા, ખેલૈયાઓ અને ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 32 વર્ષથી મળી રહેલો જનતાનો સાથ અને સહકાર તેમની પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત છે. ભક્તિ અને ઉત્સાહ સાથે ગરબાની આ પરંપરા આગામી વર્ષોમાં પણ જાળવી રાખવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો.
📲Get App