🔥 ट्रेंडिंग హుజూర్నగర్‌లో మట్టి వినాయక విగ్రహాల పం... चमोली उत्तराखण्ड ઝઘડિયા GIDCમાં કોન્ટ્રાક્ટ માફિયાની ફર... ભોલાવ ગામમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફ... ઉપલેષમાં ભાયાવદરમાં 60 વર્ષીય પુરુષે 2... द ट्रिब्यून में 'हाउस टू हाउस वेरिफिके...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારીયાધારના મેસણકા ગામે બંધ મકાનમાં રૂ.31,700ની ચોરી
स्थानीय

ગારીયાધારના મેસણકા ગામે બંધ મકાનમાં રૂ.31,700ની ચોરી

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 24 अग. 2026, 09:36 AM 👁 38
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. સુરતથી પરત આવેલા વૃદ્ધ ખેડૂતના ઘરમાંથી અજાણ્યા તસ્કરો રોકડ સહિત રૂ.31,700ની મિલકત ચોરી કરી ફરાર થઈ ગયા.

મળતી માહિતી મુજબ, રામજીભાઈ રણછોડભાઈ બેલડિયા તા.13થી 17 ઓગસ્ટ દરમિયાન સુરત ખાતે પુત્રો પાસે ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજા અને કબાટના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કબાટમાંથી રૂ.30,000 રોકડ, રૂ.1,100ની તાંબાની હેલ અને રૂ.600નું પ્રેશર કૂકર ચોરી કરવામાં આવ્યું હતું.

રામજીભાઈ પરત ફર્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોવા મળતા ચોરીની જાણ થઈ હતી. ગારીયાધાર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App