🔥 TRENDING Air India Express Demonstrates Safe La... Karnataka Govt Publishes Third Prelimi... Bangalore Municipal Corp launches 500‑... Uttar Pradesh Opens 17,735 Graduate Te... Uttar Pradesh Launches Special Voter‑L... Uttar Pradesh announces over 20,000 te...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ પોલીસ દ્વારા પરમીટ ભંગ કરતા વાહન ચાલકો પર કાયદેસર કાર્યવાહી, 30,000 રૂપિયાનો દંડ અને M.V. Act હેઠળ કાર્યવાહી
Local

પ્રાંતિજ પોલીસ દ્વારા પરમીટ ભંગ કરતા વાહન ચાલકો પર કાયદેસર કાર્યવાહી, 30,000 રૂપિયાનો દંડ અને M.V. Act હેઠળ કાર્યવાહી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 03 Sep 2026, 07:38 AM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પ્રાંતિજ પોલીસએ 01/09/2026 ના વિડિયોમાં દેખાયેલા ખીચોખીચ મુસાફરો ભરેલા જીપ પર કાર્યવાહી કરી, 02/09/2026 ના રોજ ફોર્સ કંપનીની ક્રૂઝર ગાડીમાં છત ઉપર મુસાફરો બેસાડનાર ચાલકને M.V. Act હેઠળ દંડિત કરી, અને અન્ય વાહન ચાલકોને 30,000 રૂપિયાનો દંડ લગાવ્યો.

સાબરકાંઠા પ્રાંતિજ પોલીસએ 01/09/2026 ના રોજ ZSTV મીડીયામાં પ્રસિદ્ધ થયેલ વિડિયોમાં દેખાયેલા જીપમાં ખીચોખીચ મુસાફરો ભરેલા અને છત ઉપર બેઠેલા મુસાફરોની હેરાફેરી અંગે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આપી.

પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ IPS અને ડૉ. D.R. Padheriyaa, પોલીસ ઇન્સ્પેકટર નાઓ, સબ ઇન્સ્પેક્ટર N.C. ગોહિલ અને અ.હે.કો. દુલેસિંહ વિક્રમસિંહ B.N.22 Nao ની માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી.

02/09/2026 ના રોજ ફોર્સ કંપનીની ક્રૂઝર ગાડી નં.GJ-31-A-8261 નો ચાલક પોતાની ગાડીમાં અને છત ઉપર મુસાફરો બેસાડતા રોકવામાં આવ્યો અને M.V. Act ક.207,3,181,177,130,192(એ) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.

પરમીટનો ભંગ કરતા અન્ય વાહન ચાલકોને પણ રૂ.30,000/- નો સ્થળ દંડ લગાવવામાં આવ્યો, જે પ્રાંતિજ પોલીસ દ્વારા લેવામાં આવેલ કડક પગલાંનું ઉદાહરણ છે.
📲Get App