🔥 TRENDING 24 કલાકથી વધુના આઉટેજ બાદ માઈક્રોસોફ્ટ... Voter Turnout Hits 43% in Patiala Muni... હવે વાહનોના 'ફિંગરપ્રિન્ટ' પરથી કપાશે... गोपालगंज के सदर अस्पताल में नर्सिंग स्... કાનપુરના યુવકને ગૂગલે આપ્યું 2 કરોડનું... ମାଲକାନଗିରି ବାଇପାସ୍ ରାସ୍ତା ନିର୍ମାଣ ଦାବି...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પેરૂમાં ધોળે દિવસે ધાડ : ડાકુઓએ કાર પર 30 ગોળી છોડી : ભારતીય ઇજાગ્રસ્ત : સોનુ, દાગીના લૂટી ગયા

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 28 Nov 2026, 11:35 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિજય પી. ઇઝા તેની પેરૂવીયન મિત્ર મીરાન્ડા એસ્પીનોઝા સાથે કારમાં એરપોર્ટ જતો હતો ત્યારે ડાકુઓએ માર્ગમાં કાર રોકી હુમલો કર્યો
લીયા : એક ભારતીય વિજય પી. ઇઝા તેની પેરૂવિયન 'મિત્ર' મીરાન્ડા એસ્પીનોઝા સાથે કારમાં એરપોર્ટ તરફ જતો હતો ત્યારે ડાકુઓએ માર્ગમાં કાર રોકી ગોળીબાર કર્યો તે પછી કારનો કાચ તોડી તેમાં રહેલી એક બ્રિફકેસ ઉઠાવી ગયા હતા. તે બ્રિફકેસોમાં આશરે ૨૦ કરોડ જેટલી કિંમતના દાગીના હતા ડાકુઓએ બંનેના પાકિટ પણ આંચકી લીધા હતા.
પેરૂના તુર્લે શહેર પાસે બનેલી આ ઘટના પછી સ્થાનિક લોકો તે બંનેની સહાયે પહોંચ્યા હતા બંને ભારે ઈજાઓ પણ થઈ હતી. તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.
આ ઘટનાની માહિતી મળતા પોલીસે તે લૂંટારાઓને પકડવા એકી સાથે આઠ વાહનો રવાના કરી જુદી જુદી દિશામાં તે પ્રયત્નો હાથ ધર્યા છે તેમજ વધુ તપાસ પણ હાથ ધરી છે.
સેવાઓ પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી તેના પોલીસ વડા જનરલ ઓલ્ગેર બેનાવીડેસે કહ્યું હતું કે, 'અમોને જે માહિતી મળી છે તે ઉપરથી કહી શકીએ છીએ કે તે ડાકુઓનો મુખ્ય ઇરાદો લૂંટનો જ હતો. તેમની ગોળીબારીથી બે વ્યક્તિને ઇજાઓ થઈ હતી તે પૈકી એક ભારતીય વંશનો છે. જ્યારે અન્ય એક પેરૂવિયન મહિલા છે તે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું પણ જાણવા મળ્યું છે. તેઓએ તે કાર તો એક સગા પાસેથી થોડા સમય પૂરતી માગી હતી.''
પોલીસ તે વિસ્તારમાં રહેતા શંકાસ્પદોની પણ તપાસ ચલાવી રહી છે પોલીસનું કહેવું છે કે તે પ્રાપ્ય હકીકત ઉપરથી તેટલું કહી શકાય કે તે ડાકુઓનો ઇરાદો હત્યાનો ન હતો તેમનો ઇરાદો તો સોનું અને જર-ઝવેરાત લૂટવાનો જ હશે.
વિજયે કહ્યું હતું કે, અમારું લગભગ બધું જ લૂંટાઈ ગયું છે. અમારી કપડા રાખવાની બેગ પણ ડાકુઓ ઉઠાવી ગયા છે. અમારી પાસે બીજી જોડ કપડા પણ નથી. જો કે, હોસ્પિટલમાં તે બંનેની હાલત સુધારા પર છે તેમ પણ પોલીસે કહ્યું હતું.
📲Get App