Local
અમરેલીમાં 30 સપ્ટેમ્બરે સેવાસેતુનો 12મો તબક્કો: જેશીંગપરા પટેલવાડી ખાતે યોજાશે મહા કેમ્પ
અમરેલી નગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે જ મળી રહે તે માટે સેવાસેતુ કાર્યક્રમનો 12મો તબક્કો 30 સપ્ટેમ્બરે જેશીંગપરા લેઉવા પટેલવાડી ખાતે યોજાશે.
ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી અમરેલી નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ (શહેરી) ના 12માં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કેમ્પ આગામી તારીખ 30/09/2026, મંગળવારના રોજ સવારે 09:00 કલાકથી જેશીંગપરા લેઉવા પટેલવાડી, શિવાજી ચોક ખાતે યોજાશે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વ્યક્તિગત સેવાઓ અને સરકારી યોજનાઓના લાભો તેમના રહેઠાણની નજીકના સ્થળે અને તે જ દિવસે ઓન-ધ-સ્પોટ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનો છે. વહીવટી પ્રક્રિયા સરળ બનાવીને પ્રજાના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ ઝડપી નિકાલ કરવામાં આવશે, જેથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે.
આ કેમ્પમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, આધાર કાર્ડ સુધારણા, રેશનકાર્ડને લગતી સેવાઓ, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય યોજના, PM આવાસ યોજના, આયુષ્માન કાર્ડ, લાઈટ-પાણી-વેરા અને જન્મ-મરણના દાખલા સંબંધી પ્રશ્નો જેવી વિવિધ સેવાઓ માટે અરજી કરી શકાશે. લાભાર્થીઓએ પોતાના આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકના પુરાવા, ફોટા અને બેંક પાસબુકની નકલ સાથે હાજર રહેવું.
અમરેલી શહેરના તમામ વોર્ડના નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ ઉઠાવવા અને નિયત સમયે જરૂરી આધાર-પુરાવા સાથે ઉપસ્થિત રહેવા અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.