🔥 TRENDING J&K Government Sets Up Panel to Review... Bombay HC cancels bail of accused in G... Laxmikant Parsekar's Mandrem Contest M... Dr Peter de Souza links 18 June 1946 t... Supreme Court Collegium Approves Nagal... Naga Students’ Federation flags poor r...
19 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવનગર ના ઉખરલામાં મોટી દુર્ઘટના! કુવામાં પડી 3 યુવકોના મોત | Bhavnagar | NEED 24 NEWS

✍️ Reporter: Makvana Jaydip 🗓 18 Aug 2026, 08:20 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી ત્રણ યુવકોના મોત

ભાવનગરના ઉખરલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, વાડી વિસ્તારમાં 11 જેટલા લોકો એકઠા થયા હતા. આ દરમિયાન પોલીસની રેઇડ પડી હોવાની જાણ થતાં તમામ લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. ભાગતી વખતે ત્રણ યુવકો કુવામાં પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનામાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના ત્રણ યુવકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

બનાવની જાણ થતાં મૃતકોના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

જોકે, પોલીસની રેઇડ અંગે હજુ વિવાદ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ વરતેજ પોલીસ દ્વારા રેઇડ બાબતે ઇનકાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસની રેઇડ દરમિયાન ભાગવા જતા આ દુર્ઘટના બની હતી.

હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની સાચી હકીકત તપાસ બાદ સ્પષ્ટ થશે.
📲Get App