🔥 TRENDING ताला लगने से लोगों को परेशानी है इसे ख... Deharadun hadasa New Wild Flower Begonia siangensis Dis... दिल्ली के सेंट्रल पार्क में मुख्यमंत्र... अलवर में दीपोत्सव पर्व की धूम, केन्द्र... Siang Dam Project Threatens Homeland o...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અંજારના ચાંદ્રાણી ગામની કિશોરી રાધાબેનને દુધઈ પોલીસે 3 દિવસમાં શોધી પરિવાર સાથે પુનઃમિલન
Crime

અંજારના ચાંદ્રાણી ગામની કિશોરી રાધાબેનને દુધઈ પોલીસે 3 દિવસમાં શોધી પરિવાર સાથે પુનઃમિલન

✍️ Reporter: Rameshbhai Ven 🗓 11 Sep 2026, 04:34 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

05 સપ્ટેમ્બર 2026ના રાત્રે ગાયબ થયેલી કિશોરી રાધાબેનને દુધઈ પોલીસે 08 સપ્ટેમ્બર સુધી શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો.

05/09/2026ના રોજ રાત્રિના આશરે 11 વાગ્યે અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામની કિશોરી રાધાબેન અરજણભાઈ રબારી પરિવારજનોને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ. ઘર પરત ન ફરતા પરિવારજનોને ફોન પણ બંધ મળ્યો, જેના કારણે તેઓ દુધઈ પોલીસનો સંપર્ક કર્યો.

મામલાની જાણ થતાં દુધઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.બી. ડોડિયાએ તાત્કાલિક વિવિધ ટીમો ગોઠવી કિશોરીની શોધખોળ શરૂ કરી. પોલીસ સ્ટાફે ગામડાં અને આસપાસની વિસ્તારોમાં વિગતવાર તપાસ, ઘર-ઘર શોધ અને સ્થાનિક લોકોને પૂછપરછ કરી.

દુધઈ પોલીસની ઝડપી અને સમન્વિત કામગીરીને કારણે 08/09/2026ના રોજ રાધાબેનને સફળતાપૂર્વક શોધી કાઢી, તેને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યો. પીઆઈ એન.બી. ડોડિયા અને સ્ટાફની આ સફળ કામગીરીથી પરિવારજનોને મોટી રાહત અને આનંદની લાગણી અનુભવાઈ.
📲Get App