🔥 TRENDING TMC’s Mamata faction unveils new logo... Three Arrested, SIT Constituted in Jam... Three Arrested in Bihar Harassment Cas... Bihar Minister Sparks Controversy with... Maharashtra Discom Awards ₹3,870 Crore... Maharashtra FDA Suspends Licences of S...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતના કતારગામમાં 3 મહિનાની ગર્ભવતી યુવતીનું આપઘાત, સાસુ-પતિ સામે ગુનો દાખલ
Local

સુરતના કતારગામમાં 3 મહિનાની ગર્ભવતી યુવતીનું આપઘાત, સાસુ-પતિ સામે ગુનો દાખલ

✍️ Reporter: Dhaval Maheta 🗓 09 Sep 2026, 05:17 PM 👁 28
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના કતારગામમાં 3 મહિનાની ગર્ભવતી યુવતી જ્યોત્સના આપઘાત કરી, સાસુ-પતિને સાસરિયાંના ત્રાસ માટે ગુનો દાખલ.

સુરતના કતારગામ વિસ્તારમાં સાસરિયાંના ત્રાસથી કંટાળીને 3 મહિનાની ગર્ભવતી પરિણીતાએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેવાની ચકચારી ઘટના સામે આવી હતી.

મૃતક પાસેથી મરાઠી ભાષામાં લખાયેલી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં સાસુ દ્વારા કામ બાબતે પતિને કહીને શારીરિક-માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે મૃતકની માતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ આપઘાત દુષ્મેરણાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સવા બે વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં

મૂળ મહારાષ્ટ્રના જલગાંવના પાચોરા તાલુકાના આશનખેડાના વતની અને હાલ સુરતના પાંડેસરા કર્મયોગી-2 સોસાયટીમાં રહેતાં 45 વર્ષીય અંજલીબેન નીકમની ફરિયાદ મુજબ, તેમની નાની દીકરી જ્યોત્સનાના લગ્ન 25 મે 2024ના રોજ સામાજિક રીતિ-રિવાજ મુજબ મૂળ વતનમાં પ્રદીપ ભારતભાઈ સોનવણે સાથે થયા હતા.

લગ્ન બાદ જ્યોત્સના કતારગામ સ્થિત મગનનગર-2, મહાદેવ કોમ્પ્લેક્ષના ફ્લેટ નં.401માં સાસરીમાં રહેતી હતી.

ગર્ભવતી હોવા છતાં આરામ ન કરવા દેવાયો

માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દીકરીના સાસુ ઉષાબેન સતત દીકરીના કામ બાબતે જમાઈ પ્રદીપના કાન ભંભેરણી કરતી હતી.

જેથી પતિ પ્રદીપ નાની-નાની વાતોમાં શંકા રાખી ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. જ્યોત્સના ત્રણ માસથી ગર્ભવતી હતી. 6 સપ્ટેમ્બરના રોજ સવારે જ્યોત્સનાએ તેની માતાને ફોન કરીને રડતાં રડતાં જણાવ્યું હતું કે, ‘હું આરામ કરતી હતી જેથી સાસુએ પતિને કહ્યું કે તારી પત્ની સૂઈ રહે છે અને કામમાં મદદ કરતી નથી. આ સાંભળી પતિ પ્રદીપે આવીને જમવાનું કેમ નથી બનાવતી કહી માર માર્યો હતો.’ગેસના બાટલાથી દરવાજો તોડ્યો ત્યારે પંખે લટકતી હાલતમાં મળી

બનાવના દિવસે (7 સપ્ટેમ્બર) સવારે જ્યોત્સનાની મોટી બહેન રમાઈએ તેને ચાર-પાંચ વખત ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ન ઉપાડતાં પતિ પ્રદીપને જાણ કરી હતી. પ્રદીપે પાડોશીના છોકરાને તપાસ કરવા મોકલતાં ઘરનો બહારનો દરવાજો ખુલ્લો હતો અને બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પ્રદીપે ઘરે આવી સ્ટોર રૂમમાંથી બેડરૂમમાં જોતાં જ્યોત્સના પંખા સાથે દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં દેખાઈ હતી. આસપાસના લોકોએ ગેસના બાટલા વડે ફટકા મારી બેડરૂમની કડી તોડી દરવાજો ખોલ્યો હતો અને 108ને જાણ કરી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

નોટબુકમાંથી મળી આવેલી અંતિમ ચિઠ્ઠીએ રહસ્ય ખોલ્યું ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી એક નોટબુક મળી આવી હતી. જેમાં જ્યોત્સનાએ આપઘાત કરતાં પહેલાં મરાઠીમાં લખ્યું હતું કે, ‘કામ બાબતે મારી સાસુ મારા પતિને ચઢાવે છે, જે મને હવે સહન થતું નથી.' આ ઉપરાંત પાડોશીઓએ પણ રાત્રે ઘરમાં ઝઘડો થયો હોવાની વિગતો જણાવી હતી.

પતિ અને સાસુ સામે ગુનો દાખલ

આ મામલે માતા અંજલીબેન નીકમની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પરિણીતાને આપઘાત માટે મજબૂર કરવા બદલ પતિ પ્રદીપ ભારતભાઈ સોનવણે અને સાસુ ઉષાબેન ભારતભાઈ સોનવણે સામે ગુનો દાખલ કર્યો છે.

ગેસના બાટલાથી દરવાજો તોડયો ત્યારે પંખે લટકતી હાલતમાં મળીબનાવના દિવસે (૭ સપ્ટેમ્બર) સવારે જ્યોત્સનાની મોટી બહેન રમાઈએ તેને ચાર-પાંચ વખત ફોન કર્યો હતો પરંતુ તેણે ફોન ન ઉપાડતાં પતિ પ્રદીપને જાણ કરી હતી. પ્રદીપે પાડોશીના છોકરાને તપાસ કરવા મોકલતાં ઘરનો બહારનો દરવાજો ખુલ્લો હતો પરંતુ બેડરૂમ અંદરથી બંધ હતો. પ્રદીપે ઘરે આવી સ્ટોર રૂમમાંથી બેડરૂમમાં જોતાં જ્યોત્સના પંખા સાથે દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં દેખાઈ હતી. આસપાસના લોકોએ ગેસના બાટલા વડે ફટકા મારી બેડરૂમની કડી તોડી દરવાજો ખોલ્યો હતો અને ૧૦૮ને જાણ કરી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

નોટબુકમાંથી મળી આવેલી અંતિમ ચિઠ્ઠીએ રહસ્ય ખોલ્યું

ઘટનાની જાણ થતાં કતારગામ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી એક નોટબુક મળી આવી હતી. જેમાં જ્યોત્સનાએ આપઘાત કરતાં પહેલાં મરાઠીમાં લખ્યું હતું કે, ‘કામ બાબતે મારી સાસુ મારા પતિને ચઢાવે છે, જે મને હવે સહન થતું નથી.’ આ ઉપરાંત પાડોશીઓએ પણ રાત્રે ઘરમાં ભારે ઝઘડો થયો હોવાની વિગતો જણાવી હતી.

પતિ અને સાસુ સામે ગુનો દાખલ

આ મામલે માતા અંજલીબેન નીકમની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પરિણીતાને આપઘાત માટે મજબૂર કરવા બદલ પતિ પ્રદીપ ભારતભાઈ સોનવણે અને સાસુ ઉષાબેન ભારતભાઈ સોનવણે સામે ગુનો દાખલ કર્યો છે.
📲Get App