🔥 TRENDING કડીના પંથોડાગામમાં કબ્રસ્તાનની સફાઈ કા... దాబా (బి) గ్రామంలో 11 మందికి నూతన పింఛ... NHRC Member Accuses Vidisha Police of... Delhi Police Arrest Man Accused of Str... India’s Growth Imperative: Innovation,... Nagaland Governor Yadav joins Chhath P...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

આંબરડી સફારી પાર્કમાં સિંહનો બાઈકથી પીછો: 3 કર્મીઓ હટાવાયા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 16 Nov 2026, 12:06 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આંબરડી સફારી પાર્કમાં સિંહનો બાઈકથી પીછો કરતો વીડિયો વાયરલ થયો, વન વિભાગે 3 આઉટસોર્સ કર્મીઓને હટાવ્યા.

ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહનો બાઈક પર પીછો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં વન વિભાગના કર્મીઓ બાઈક પર સિંહનો પીછો કરતા જોવા મળ્યા, જેનાથી લોકોમાં ભારે રોષ ઉઠ્યો.

ઘટના સામે આવ્યા બાદ વન વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી. તપાસ બાદ આ ઘટનામાં સંડોવાયેલા 3 આઉટસોર્સ કર્મીઓને હટાવી દેવામાં આવ્યા.

વન વિભાગે સફારી પાર્કમાં સિંહોની સુરક્ષા માટે વધુ કડક નિયમો લાગુ કરવાની પણ વાત કરી રહી છે.
📲Get App