🔥 TRENDING कोसी स्नातक निर्वाचन क्षेत्र से जन सुर... नूंह क्राइम ब्रांच की सिलानी गांव के प... बस्तर संभाग में #SevaSankalpAbhiyan के... ਪੰਜਾਬ 'ਚ 21 ਅਕਤੂਬਰ ਤੋਂ ਬੱਸਾਂ ਦੀ ਹੜਤਾਲ फार्म पॉन्ड से किसानों को मिली सिंचाई... शिवपुरी में ओबीसी आरक्षण के समर्थन में...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બારડોલીમાં પાણીની લાઈન લીકેજ: 3 દિવસથી હજારો લિટર પાણી વેડફાયું, તંત્રની બેદરકારી
Local

બારડોલીમાં પાણીની લાઈન લીકેજ: 3 દિવસથી હજારો લિટર પાણી વેડફાયું, તંત્રની બેદરકારી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 03:59 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારડોલી નગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગની ઘોર બેદરકારીને કારણે શાસ્ત્રી રોડ પર સત્ય સાંઈ ચોકડી નજીક છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.

બારડોલી નગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે. નગરના અત્યંત ધમધમતા શાસ્ત્રી રોડ પર આવેલી સત્ય સાંઈ ચોકડી નજીક છેલ્લા 3 દિવસથી ભૂગર્ભપેયજળ લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે.

પાઈપલાઈન લીકેજ થવાના કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહીને ગટરમાં જઈ રહ્યું છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં 72 કલાક વીત્યા પછી પણ પાલિકાના જવાબદાર ઈજનેરો કે કર્મચારીઓ દ્વારા રિપેરિંગની કોઈ જ તસ્દી લેવામાં આવી નથી. મુખ્ય માર્ગ પર સતત પાણી ભરાઈ રહેતાં રસ્તાની કિનારે મોટો ખાડો પડી ગયો છે અને કાદવ-કીચડ તથા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

સત્ય સાંઈ ચોકડી પરથી દરરોજ હજારો રાહદારીઓ અને વાહનચાલકો પસાર થાય છે ત્યારે આ લીકેજના પાણીના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક વેપારીઓ અને રહીશો દ્વારા મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આક્ષેપ ઊઠ્યો છે.

નગરજનોની સ્પષ્ટ માગણી છે કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તાકીદે આ સ્થળની મુલાકાત લઈ લાઈનનું લીકેજ અટકાવે અને રસ્તા પર પડેલા ખાડાનું યોગ્ય પુરાણ કરી માર્ગ પૂર્વવત્ બનાવે, જેથી કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ ટાળી શકાય.
📲Get App