🔥 TRENDING Dhamma Awareness Yatra Chariot Receive... બનાસકાંઠા પોલીસ નવરાત્રી મહોત્સવ આયોજિ... Lionel Messi to Play Final Argentina M... सांसद मुकेश राजपूत ने जैथरा में स्वच्छ... BTech Student Dies by Suicide at Women... ચમોલી, ઉત્તરાખંડમાં 4.9 રિક્ટરની भूकंप...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કચ્છના ભચાઉમાં ગેરકાયદેસર રેતી વોશિંગ પ્લાન્ટ પર દરોડો: રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: Salman sama 🗓 01 Oct 2026, 10:39 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કચ્છના ભચાઉ તાલુકાના નારણસરી ગામની સીમમાં ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલતા રેતી વોશિંગ પ્લાન્ટ પર મદદનીશ કલેક્ટર અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડી આશરે રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કચ્છના ભચાઉ તાલુકાના નારણસરી ગામની સીમમાં ખેતીની જમીનમાં ગેરકાયદેસર રીતે રેતી વોશિંગ પ્લાન્ટ ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ તથા ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

30 સપ્ટેમ્બર 2026ના રોજ સંયુક્ત ટીમ દ્વારા રેતી વોશિંગ પ્લાન્ટ પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી હિટાચી મશીન સહિતનો સાધન-સામાન અને વાહનો મળી આવ્યા હતા. ખેતીની જમીનમાં બિનખેતી પરવાનગી વિના રેતી વોશિંગ પ્લાન્ટ ચલાવાતો હોવાનું સામે આવ્યું હતું.

ખાણ-ખનીજ વિભાગે ગેરકાયદેસર રીતે રેતીના વોશિંગ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને ખેતીની જમીનનો બિનખેતી પરવાનગી વિના ઉપયોગ કરવા બદલ કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આશરે રૂ. 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જપ્ત કરાયેલા મુદ્દામાલ અને વાહનો સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ-2017 મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદેસરની કાર્યવાહી માટે વાહનોનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
📲Get App