🔥 TRENDING South First Releases Weather Forecast... Messi makes MLS history with consecuti... Hero Confirms Film Was a Disaster Duri... Telangana CM Marks Birthday with Famil... Telangana Governor Prays at Temple Adj... Odisha Adds 318 New PG Medical Seats,...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી નજીક જીરા ગામ પાસે અર્ટિકા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઘાયલ
Local

અમરેલી નજીક જીરા ગામ પાસે અર્ટિકા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઘાયલ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 23 Sep 2026, 11:30 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં જીરા ગામ પાસે ધારી-તુલસીશ્યામ રોડ પર અર્ટિકા કાર અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલા એક વળાંક પર આજે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધારી-તુલસીશ્યામ રોડ પર પૂરઝડપે આવી રહેલી એક અર્ટિકા કાર અને સામેથી આવતા બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે અર્ટિકા કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને તેના કાચ પણ ફૂટી ગયા હતા. જ્યારે બાઈક રોડ પર ફંગોળાઈ ગયું હતું. ઘટનાસ્થળે અકસ્માત બાદ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ધારી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં બાઈક સવાર સહિત કુલ ત્રણ લોકોને ઈજા પહોંચી છે. તમામને સારવાર માટે ધારી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ધારી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વળાંક પર અવાર-નવાર અકસ્માત થતા રહે છે, તેથી અહીં સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી કરવામાં આવી છે.
📲Get App