🔥 TRENDING रिफाइन लदे ट्रक में लगी भीषण आग ग्रेटर नोएडा पश्चिम में चार मूर्तियों... Massive fire engulfs factory in Narela... IRGC Reports Three Ships Afire on 'Ill... Woman Arrested for Killing Twin Sister... Three Women Arrested in Assam Over All...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મૂલશંકર અદાણી પ્રાથમિક શાળામાં 295માં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી
Education

મૂલશંકર અદાણી પ્રાથમિક શાળામાં 295માં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 08 Sep 2026, 10:10 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાક્ષરતા પખવાડિયા નિમિત્તે પ્રાથમિક શાળામાં પ્રાર્થના સંમેલન, અક્ષર જ્ઞાનનું મહત્વ અને પ્રતિજ્ઞા સમારોહ યોજાયો.

શ્રી રતુભાઈ દ્વારા મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા ક્રમાંક 295, પીએમશ્રી ગુજરાત ઉન ખાતે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી સાક્ષરતા પખવાડિયા નિમિત્તે યોજાઈ હતી.

પ્રાર્થના સંમેલન દરમિયાન બાળકો અને શિક્ષકોની હાજરીમાં આચાર્ય પંકજભાઈ ત્રિવેદીએ અક્ષર જ્ઞાનનું મહત્વ સમજાવ્યું અને જીવનમાં સાક્ષરતાની જરૂરિયાત વિશે માર્ગદર્શન આપ્યું.

પછી બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી, જેમાં તેઓએ પોતાના ઘરમાં જે વડીલો હજુ પણ અક્ષર જ્ઞાન ધરાવતા નથી, તેમને નૈતિક જવાબદારી સમજીને શિક્ષણ આપવા પ્રેરિત થયા.

બાળકો દ્વારા સાક્ષરતા જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. ઉપ શિક્ષક સંજયભાઈ અને જીતેન્દ્રભાઈએ જીવનમાં જ્ઞાન, સમજદારી અને સહજતા વિશે ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું.
📲Get App