🔥 TRENDING चंपालाल मीणा ने अमलोदा गांव में संभाला... एनटीपीसी हाउस में Baby elephant born on Ganesh Chaturthi... Chhattisgarh HC Demands Strict Rules t... Chhattisgarh Approves 10% Reservation... Eight Former Naxals Pass Class 10 Exam...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શહેરની રેસ્ટોરન્ટોમાં હવે કિચનનું લાઈવ પ્રસારણ ફરજિયાત: 2.77 લાખનો દંડ વસૂલાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 30 Sep 2026, 11:12 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આરોગ્યની સુરક્ષાના ભાગરૂપે, શહેરની તમામ રેસ્ટોરન્ટોએ હવે તેમના કિચનમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઈવ પ્રસારણ ડાઇનિંગ એરિયામાં પ્રદર્શિત કરવું પડશે. નિયમોનું પાલન ન કરનાર 54 રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી 2,77,100 રૂપિયાનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો છે.

આરોગ્યની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ અને કડક પહેલ કરવામાં આવી છે. હવેથી શહેરની તમામ રેસ્ટોરન્ટોએ તેમના કિચન પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવી તેનું લાઈવ પ્રસારણ બેઠક વ્યવસ્થા (ડાઇનિંગ એરિયા) વાળી જગ્યા પર ગ્રાહકો જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવું પડશે. કિચનમાં બનતી વાનગીઓની પારદર્શિતા જળવાય તે હેતુથી આ કડક સૂચના જારી કરવામાં આવી છે.

આ સાથે, નિયમોનો ઉલ્લંઘન કરનારા અને સ્વચ્છતા ન જાળવનારા એકમો સામે કાર્યવાહી કરતાં પાલિકા તંત્રે કુલ 2,77,100 રૂપિયાનો વહીવટી દંડ વસૂલ કર્યો છે. મ્યુનિસિપલ કમિશ્નર રાજકુમાર બેનીવાલ (IAS) તથા આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

મહાનગરપાલિકાના તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓ, સેનિટેશન સ્ટાફ અને ફૂડ સેફ્ટી ઓફિસરોની સંયુક્ત ટીમોએ ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી કુલ 84 રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ અને સ્વચ્છતાનો અભાવ જણાતાં કુલ 54 રેસ્ટોરન્ટ્સને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન લિંબાયત ઝોનમાં સૌથી વધુ 14, રાંદેર ઝોનમાં 13, સેન્ટ્રલ અને અઠવા ઝોનમાં 12-12, ઉધના-એ માં 10, વરાછા-બી માં 09, વરાછા-એ માં 07, ઉધના-બી માં 04 તથા કતારગામ ઝોનમાં 03 રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી.
📲Get App