🔥 TRENDING अमेठी स्वास्थ्य विभाग की बड़ी लापरवाही... शहर में शांति व्यवस्था बनाए रखने के लि... mathura कोसीकलां में सजा अद्भुत जनकपुर... लखनऊ में आशा एवं आशा संगिनी ने वेतन के... रगभीर नगर में सड़कें खुदाई से क्षतिग्र... शहडोल में खाकी का बड़ा प्रहार: जयसिंहन...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, વેપારીઓ પર 9,500 રૂપીયા દંડ

✍️ Reporter: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 13 Oct 2026, 09:48 PM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા અને GPCB દ્વારા 'સ્વચ્છતા હી સેવા 2026' અભિયાન હેઠળ 6 સ્થળોએ તપાસ કરી 275 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત અને 9,500 રૂપીયા દંડ વસૂલ્યો.

મંગળવારે હિંમતનગર નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા 'સ્વચ્છતા હી સેવા 2026' અભિયાનના ભાગરૂપે સંયુક્ત ચેકિંગ ડ્રાઈવ યોજાઈ.

આ દરોડા દરમિયાન શહેરના જુદા જુદા 6 સ્થળોએ તપાસ કરીને અંદાજે 275 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યો અને વેપારીઓ પાસેથી 9,500 રૂપીયા દંડ વસૂલાયો.

જપ્ત કરાયેલ પ્લાસ્ટિકનો ટૂંક સમયમાં નાશ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં કરવામાં આવશે.

નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી અને પાલિકા સ્ટાફ તથા GPCBની ટીમે વેપારીઓ અને દુકાનદારોને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી.
📲Get App