🔥 TRENDING Cafe Owner Attacked Over ₹400 Dispute... Students Unveil 100+ Innovations at Bh... Wife of jailed bandit Dhan Singh accus... Natural Star Nani says Bangalore feels... દિવાળીના તહેવારો શરુ થવાની તૈયારીમાં છ... બગસરા તાલુકાના યુવા BJP નેતાઓએ AAPમાં...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુરમાં નેશનલ હાઈવે નંબર 27પર રોડની કામગીરી શરૂ
સાંતલપુર તાલુકામાંથી પસાર થતા કંડલા નેશનલ હાઈવે નંબર-27 પર વરસાદના કારણે રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

સાંતલપુરમાં નેશનલ હાઈવે નંબર 27પર રોડની કામગીરી શરૂ સાંતલપુર તાલુકામાંથી પસાર થતા કંડલા નેશનલ હાઈવે નંબર-27 પર વરસાદના કારણે રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

✍️ Reporter: Makrani ikbal 🗓 24 Aug 2026, 01:24 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં નેશનલ હાઈવે નંબર 27પર રોડની કામગીરી શરૂ
સાંતલપુર તાલુકામાંથી પસાર થતા કંડલા નેશનલ હાઈવે નંબર-27 પર વરસાદના કારણે રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાને ધ્યાનમાં લઈ અદાણી ગ્રુપ કંપની દ્વારા રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સ્થળ પર કામગીરીની મુલાકાત દરમિયાન ત્યાંના હોદ્દેદારો સાથે ચર્ચા કરી રોડનું કામ શરૂ કરતા પહેલા વાહનચાલકોની સલામતી, કામની મજબૂતાઈ અને ગુણવત્તા અંગે ખાસ ધ્યાન આપવા રજૂઆત કરવામાં આવી હતી. વરસાદ બાદ ફરીથી ખાડા ન પડે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે રોડની કામગીરી યોગ્ય ગુણવત્તા સાથે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સાથે જ હાઈવે પર વાહનચાલકો દ્વારા ટ્રાફિક અને પરિવહનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને સાંતલપુરથી અવરજવર કરતા તમામ ડ્રાઈવર ભાઈઓએ રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે નક્કી કરેલી ઝડપ, લાઈટ, સલામતીના નિયમો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
રોડની કામગીરી સાથે વાહનચાલકોની સલામતી જળવાય અને કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે સંબંધિત તંત્ર અને કંપની દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
બ્રેકિંગ ન્યૂઝ — સાંતલપુર | પાટણ
📲Get App