🔥 ट्रेंडिंग बिहार के जंदाहा में दो युवकों पर बच्चा... ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગરમાં મહાકાલ... आमेर वार्ड 19 में कांग्रेस, भाजपा और न... ખોખરા, અમદાવાદમાં 63 વર્ષીય લક્ષ્મી ટિ... ઘાટલોડિયા સોલા રોડ પર નશામાં ધૂત ડ્રાઇ... નરોડામાં મંદબુદ્ધિ યુવક સિદ્ધરાજ વિશે...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાયત્રી મંદિર ગરબી મંડળ દ્વારા દશેરાના પાવન પર્વે 260 બાળાઓને ઇનામ વિતરણ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 21 अक्टू. 2026, 01:24 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાયત્રી મંદિર ગરબી મંડળ દ્વારા દશેરાના પાવન પર્વે 260 બાળાઓને ઇનામ વિતરણ

રાજુલા શહેરમાં વર્ષોની પરંપરા જાળવી ગોહિલ પરિવાર દ્વારા બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયાં
રાજુલા શહેરમાં ગાયત્રી મંદિર ગરબી મંડળ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખીને દશેરાના પાવન પર્વ નિમિત્તે આ વર્ષે પણ બાળાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્વર્ગસ્થ જમનાબેન કરસનભાઈ ગોહિલની સ્મૃતિમાં તેમના પરિવારજનો સમ્રાટ દેવરાજભાઈ, માધુભાઈ, પરેશ ડી. ગોહિલ મહામંત્રી, રાજુલા શહેર ભાજપ, હરેશભાઈ ડી. ગોહિલના સહયોગથી કુલ 260 બાળાઓને ઇનામની લહાણી કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.

નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના સાથે રાસ ગરબાની પરંપરાને જીવંત રાખતી બાળાઓને પ્રોત્સાહન મળે અને તેમની ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે તેવા શુભ આશયથી આ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોહિલ પરિવાર દ્વારા વર્ષોથી જાળવવામાં આવતી આ પરંપરા સમાજમાં ધાર્મિક ભાવના, સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ અને બાળાઓને પ્રોત્સાહિત કરવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
દશેરાના પાવન પર્વે 260 બાળાઓને ઇનામ વિતરણ કરી ગોહિલ પરિવારે સેવાના સંકલ્પ સાથે પરંપરાને આગળ ધપાવી હતી. 🌺🙏
📲Get App