🔥 TRENDING शहडोल में फूटा रसोइया और स्व-सहायता सम... NPCIL starts fuel loading for 700 MW U... सलूंबर में 70वीं जिला स्तर वालीबॉल प्र... शहडोल में फूटा रसोइया और स्व-सहायता सम... Tamil Nadu Races to Capture TV, Digita... High Court Challenges Rs 1,200-Crore P...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાના સુરકા ગામમાં 2,500થી વધુ વૃક્ષોનું વાવેતર, 'એક પેડ માં કે નામ' અભિયાનને મળ્યો વેગ
Local

નાના સુરકા ગામમાં 2,500થી વધુ વૃક્ષોનું વાવેતર, 'એક પેડ માં કે નામ' અભિયાનને મળ્યો વેગ

✍️ Reporter: Makvana Jaydip 🗓 02 Aug 2026, 07:16 PM 👁 65
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર જિલ્લાના નાના સુરકા ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'એક પેડ માં કે નામ' અભિયાન અંતર્ગત 2,500થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. બિનઉપયોગી બનેલી ગૌચરની જમીનને હરિયાળીથી જીવંત બનાવી પર્યાવરણ સંરક્ષણ, પશુપાલન અને ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપતી આ પહેલને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'એક પેડ માં કે નામ' અભિયાનને પ્રેરણા બનાવીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ જીતુ વાઘાણીના સહયોગથી ભાવનગર જિલ્લાના નાના સુરકા ગામમાં 2,500થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
અગાઉ બાવળિયાના કારણે બિનઉપયોગી બનેલી ગૌચરની જમીન પરથી બાવળિયા દૂર કરીને હરિયાળીનું નવું સર્જન કરવામાં આવ્યું છે. જેના કારણે હવે ત્યાં ઘાસ ઉગી રહ્યું છે અને ગૌચરની જમીન પશુપાલકો માટે ફરી ઉપયોગી બની રહી છે.
આ પહેલ માત્ર વૃક્ષારોપણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, પશુપાલનના સંવર્ધન અને ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપતું લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે.
પર્યાવરણના જતન અને ગ્રીન ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે કરવામાં આવેલી આ કામગીરીને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.
📲Get App