🔥 ट्रेंडिंग ਭਿਆਨਕ ਸੜਕ ਹਾਦਸੇ ਦਾ ਸ਼ਿਕਾਰ ਹੋਏ ਬਸਪਾ ਦੇ ਪ... केरल के छात्र ने कक्षा 4 के बाद गुरुकु... केरल करुण्य प्लस KN-650 लॉटरी परिणाम 1... कनाडा में भारतीय मूल के युवक तुषार शर्... लुधियाना के गुरु अंगद देव वेटरनरी एवं... कश्मीरे गेट में तेज़ SUV का टक्कर, दो...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલા તાલુકાના દેતડ સેવા સહકારી મંડળી દ્વારા સ્વર્ગસ્થ સભાસદ નાં પરીવારને રૂ.25 હજાર ની આર્થિક સહાય અર્પણ

✍️ रिपोर्टर: Samir khokhar vijapadi.amreli 🗓 19 नव. 2026, 12:41 PM 👁 32
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા તાલુકાના દેતડ સેવા સહકારી મંડળી દ્વારા સ્વર્ગસ્થ સભાસદ નાં પરીવારને રૂ 25 હજાર ની આર્થિક સહાય

સાવરકુંડલા....

*સાવરકુંડલા તાલુકાના દેતડ સેવા સહકારી મંડળી દ્વારા સ્વર્ગસ્થ સભાસદના પરિવારને રૂ. 25 હજારની આર્થિક સહાય અર્પણ*

*સભાસદના અવસાન બાદ પરિવારને આર્થિક સહારો પૂરો પાડી મંડળીએ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું*

સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે દેતડ સેવા સહકારી મંડળી દ્વારા માનવતા અને સામાજિક સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મંડળીના સભાસદ સ્વ. લાલજીભાઈ વેકરીયાના અવસાનથી પરિવાર પર આવી પડેલી મુશ્કેલીના સમયે મંડળી દ્વારા પરિવારને આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે દેતડ સેવા સહકારી મંડળીના પ્રમુખશ્રી પ્રવીણભાઈ વેકરીયા તથા મંડળીના મંત્રીશ્રી અલ્પેશભાઈ દ્વારા દીપકભાઈ માલાણીના અધ્યક્ષસ્થાને સ્વર્ગસ્થ લાલજીભાઈ વેકરીયાના પરિવારજનોને રૂ. 25,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

સભાસદના દુઃખદ અવસાન સમયે તેમના પરિવારની પડખે ઊભા રહી મંડળી દ્વારા કરવામાં આવેલી આર્થિક સહાય ખરેખર પ્રશંસનીય છે. સહકારી મંડળી માત્ર આર્થિક વ્યવહારો પૂરતી મર્યાદિત ન રહેતાં પોતાના સભાસદો અને તેમના પરિવારો પ્રત્યે પણ જવાબદારી નિભાવે છે, તેનું આ કાર્ય સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.

મંડળીના આ સેવાભાવી અભિગમને ગ્રામજનો અને સભાસદો દ્વારા આવકારવામાં આવ્યો હતો..

રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી...
📲Get App