🔥 TRENDING Rajinikanth's Jailer-2 action sequence... डॉक्टर वीणा सिंह को बिहार झारखंड प्लास... માંગરોળ ડી.વાઈ.એસ.પી.દિનેશ કોડિયાતરની... Katrina Laughs Off Trolls, Gives Them... फतेहपुर में भीषण सड़क हादसा: अनियंत्रि... आगामी त्योहारों को लेकर पीस कमेटी की ब...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્ટ્ર માટે સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

✍️ Reporter: Atul Thakor 🗓 09 Oct 2026, 03:49 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને રાષ્ટ્ર માટે સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીની સંકલ્પથી સિદ્ધિ સુધીની 25 વર્ષની યાત્રાને બિરદાવતાં જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે નાગરિક દેવો ભવ:નો ભાવ, જનકલ્યાણની ભાવના, સ્પષ્ટ વિઝન અને દ્રઢ સંકલ્પ સાથે પડકારોને તકમાં પરિવર્તિત કરવાની માનનીય વડાપ્રધાનશ્રીની કાર્યશૈલીએ ગુજરાત સહિત સમગ્ર દેશના વિકાસને આગવી દિશા આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ વર્ષ 2001 થી અત્યાર સુધીમાં ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના, નિર્મળ ગુજરાત, નર્મદા કેનાલ નેટવર્ક, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ખેલ મહાકુંભ, બેટી બચાવો-બેટી પઢાવો સહિતની અનેક પહેલો દ્વારા રાજ્યમાં આવેલા પરિવર્તનની રૂપરેખા આપતાં કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી માટે વિકાસ એટલે માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ નહીં, પરંતુ સમાજના છેવાડાના માનવીના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીનું નેતૃત્વ દેશની યુવા શક્તિમાં આત્મવિશ્વાસ, નવીનતા અને કૌશલ્યનો સંચાર કરી રહ્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે દેશ વૈશ્વિક સ્તરે નવી તકો ઊભી કરી રહ્યો છે અને વિકસિત ભારત-2047ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ‘We will do it’ મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
📲Get App