🔥 ट्रेंडिंग मेघालय हाई कोर्ट ने बर्निहाट में हुई म... फगवाड़ा में नशे के युवक को पुलिस ने गि... जालंधर सेंट्रल जेल में हवालातियों के ब... लुधियाना में एंबुलेंस देर से पहुंचने स... अमृतसर में तेज़ ट्रैक्टर‑ट्रॉली‑स्कूटर... ବାଇସିଙ୍ଗା-ମାଣତ୍ରୀ ରାସ୍ତାର ନିମ୍ନମାନର କା...
10 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

માળિયા નજીક હાઇવે પર ગમખ્વાર અકસ્માત: પૂરઝડપ ટ્રકે 25 ઘેટાં-બકરાંને કચડ્યા, પશુપાલકને મોટું નુકસાન

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 09 अक्टू. 2026, 10:54 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માળિયા (મી.) નજીક કંડલા-મોરબી નેશનલ હાઇવે પર ગઈકાલે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે ઘેટાં-બકરાંના ટોળાને અડફેટે લેતા 25 પશુઓના મોત નીપજ્યા હતા.

માળિયા (મી.) નજીક કંડલા-મોરબી નેશનલ હાઇવે પર ગઈકાલે બપોરે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. જીઓ પંપ સામે રોડ ક્રોસ કરી રહેલા ઘેટાં-બકરાંના ટોળા ઉપર એક પૂરઝડપ ટ્રક ફરી વળતા 25 પશુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામના માલધારી વિભાભાઈ મંગાભાઈ રબારી (ઉ.વ. 38) પોતાના મોટાભાઈ ગોવાભાઈ સાથે લગભગ 500 ઘેટાં-બકરાં લઈને સુરજબારીથી મોરબી તરફ જઈ રહ્યા હતા. તા. 07/10/2026 ના રોજ બપોરના સમયે તેઓ માળિયા (મી.) નજીક હાઇવે પર જીઓ પંપ સામે ટોળાને રોડ ક્રોસ કરાવી રહ્યા હતા, ત્યારે મોરબી તરફથી આવી રહેલા RJ-07-GF-8171 નંબરના ટ્રકના ચાલકે ગફલતભરી રીતે હંકારીને ટોળાને હડફેટે લીધું હતું.

આ અકસ્માતમાં 23 ઘેટાં અને 2 બકરાં મળી કુલ 25 પશુઓના મોત થયા હતા, જ્યારે 30 જેટલા ઘેટાં-બકરાંને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ અપંગ બન્યા છે. પશુપાલકને અંદાજે રૂ. 60 થી 65 હજારથી વધુનું નુકસાન થયાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હતો. પોલીસ તપાસમાં ચાલકનું નામ ઉસ્માન મોહમદરમજાન નાયચ, રહે. ઝાલવાલી, તા. ફુગલ, જિ. બિકાનેર (રાજસ્થાન) હોવાનું ખુલ્યું છે. માળિયા (મી.) પોલીસે વિભાભાઈની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App