स्थानीय
ગણેશોત્સવમાં એકત્ર થયેલ 25 ટન નિર્માલ્યમાંથી બનશે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેન્દ્રિય ખાતર
શહેરમાં 10 દિવસીય ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ જાળવણીની પ્રેરણાદાયી પહેલ હાથ ધરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા 25,000 કિલોગ્રામથી વધુ નિર્માલ્ય એકત્ર કરી તેનું ખાતર બનાવવામાં આવશે.
સંસ્કાર અને ઉત્સવપ્રિય શહેરમાં સંપન્ન થયેલા 10 દિવસીય ગણેશોત્સવ દરમિયાન આસ્થાની સાથે પર્યાવરણ જાળવણીની એક પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. ગણેશ પંડાલોમાં બાપ્પાના ચરણોમાં ભાવિક ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલા ફૂલ-હાર સામાન્ય કચરાના ઢગલામાં રઝળે નહીં તે માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ રંગ લાવી છે.
મહોત્સવ દરમિયાન વિવિધ પંડાલો તેમજ કૃત્રિમ વિસર્જન તળાવો ખાતેથી 25000 કિલોગ્રામ (25 ટન)થી વધુ પવિત્ર નિર્માલ્ય (ફૂલ-હાર) એકત્ર કરવામાં આવ્યું છે. આ તમામ ફૂલોને મનપા સંચાલિત વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલી આપી તેમાંથી વૈજ્ઞાનિક ઢબે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેન્દ્રિય ખાતર બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ફૂલહાર એકત્ર કરવા માટે મનપાએ ગણેશ મંડળોને અનુરોધ કર્યો હતો કે, ફૂલ-હાર ને સામાન્ય કચરાપેટીમાં ન નાખતા અલગ રાખવામાં આવે. આ માટે મનપા દ્વારા ખાસ વાહનો દોડાવવામાં આવ્યા હતાં. તદુપરાંત વિસર્જનના દિવસે વિવિધ ઝોનમાં તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવો ખાતે પણ અલાયદા કલેક્શન પોઇન્ટ અને કન્ટેનર મૂકાયા હતા. વિસર્જન પહેલાં જ ભક્તો પાસેથી ફૂલ-હાર, દુર્વા અને પૂજાપો માનભેર એકઠો કરી લેવાયો હતો.
આ પહેલ અંતર્ગત 3,000થી વધુ શ્રીફળને પણ વેડફાતાં બચાવી લેવાયા છે. આ તમામ નાળિયેરને અલગ તારવીને સ્થાનિક ગૌશાળાઓમાં મોકલી અપાશે, જ્યાં તેનો ઉપયોગ ગાયોના પૌષ્ટિક ખોરાક તરીકે કરાશે. આમ, ધાર્મિક સામગ્રીનો ઉપયોગ સીધો અબોલ પશુઓની સેવામાં થયો છે.