🔥 TRENDING Manipur Chief Minister Meets Former AD... Meghalaya to Relocate 30 Foreign Natio... Meghalaya CM Presents CMSDF Sanctions... MoEFCC and National Biodiversity Autho... તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ખાંભા તાલુકાના... नरसी कुलरिया ने विश्वकर्मा पूजन महोत्स...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીના મોટી કુંકાવાવમાં મધમાખી હુમલામાં 25 આંગણવાડી બહેનોને ડંખ
Local

અમરેલીના મોટી કુંકાવાવમાં મધમાખી હુમલામાં 25 આંગણવાડી બહેનોને ડંખ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 14 Sep 2026, 11:45 AM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના મોટી કુંકાવાવ ગામમાં ICDS તાલીમ દરમિયાન મધમાખીનો અચાનક હુમલો થયો, જેના કારણે 25 આંગણવાડી બહેનોને ડંખ લાગ્યો અને તેઓને કુંકાવાવ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલવામાં આવ્યા.

અમરેલી જિલ્લાની મોટી કુંકાવાવ ગામમાં 01 મે 2026 ના રોજ બાલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ICDS વિભાગ દ્વારા આંગણવાડી બહેનો માટે પોષણક્ષમ આહાર અંગેની તાલીમ શિબિર ચાલી રહી હતી. તાલીમ દરમ્યાન અચાનક મધમાખીનો હુમલો થયો, જે સ્થાનિક લોકોને ચોંકાવનાર ઘટના બની.

મંદિર નજીક આવેલા લીમડાના વૃક્ષ પર લટકતો મોટો મધપૂડો અચાનક નીચે પડ્યો. મધપૂડો પડતા જ મધમાખીઓનું ટોળું ઉશ્કેરાઈ ગયું અને તાલીમમાં બેઠેલી બહેનો પર તૂટી પડ્યું. આ અચાનક હુમલાથી સ્થળ પર ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ, અને લગભગ 25 આંગણવાડી કાર્યકર બહેનોને ડંખ લાગ્યો.

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને તમામ ઇજાગ્રસ્ત બહેનોને તાત્કાલિક કુંકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. ડોક્ટરોના જણાવ્યા મુજબ, 19 બહેનોને પ્રાથમિક સારવાર બાદ આરામની રજા આપી દેવામાં આવી, જ્યારે 6 બહેનોને વધુ ડંખ લાગ્યા હોવાથી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી. સદનસીબે તમામ બહેનોની હાલત સ્થિર અને ભયમુક્ત છે.

ઉનાળાની ઋતુમાં ગીર કાંઠાના વિસ્તારમાં મધમાખી, વન્ય પ્રાણી અને શેરી કૂતરાઓનો ત્રાસ વધ્યો હોવાથી ગામજનોમાં ચિંતા વધી છે. સ્થાનિકો તંત્રને આવા બનાવોને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરે છે.
📲Get App