🔥 TRENDING Harshal Patel vows "Can I do it again"... Gujarat’s Khel Mahakumbh Swells to 7.6... Punjab Administration Sets Zero Stubbl... Ludhiana Municipal Meeting Cancelled A... वाराणसी: खाद्य विभाग की बड़ी कार्रवाई,... वाराणसी: मणिकर्णिका घाट पर लकड़ी विवाद...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ: અસલાલી પોલીસે દારૂનું કટીંગ ઝડપી પાડ્યું, 2.5 લાખનો દારૂ અને 2 કાર કબજે

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 10 Oct 2026, 04:46 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મોટા દારૂના કટીંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી 2.5 લાખ રૂપિયાથી વધુ કિંમતનો દારૂ અને બે કાર કબજે કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. અસલાલી ગામમાં શ્રીજી બંગ્લોઝની પાછળ ટીપી રોડ પર એક ગાડીમાંથી બીજી ગાડીમાં દારૂનું કટીંગ થઈ રહ્યું હતું તે દરમિયાન અસલાલી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન 2.5 લાખ રૂપિયાથી વધુ કિંમતની દારૂની 1552 બોટલો કબજે કરી છે. આ દારૂનું કટીંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની તૈયારીમાં હતું.

પોલીસે ઘટનાસ્થળેથી બે કાર પણ કબજે લીધી છે. આ મામલે પોલીસે અશોક બિશ્નોઈ, નરેન્દ્ર રાજપુત, અનુજ શર્મા અને જીગ્નેશ વાઘેલા નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો.
📲Get App