National
વાવ થરાદ જિલ્લો રાહ ખાતે વાવ થરાદના પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી શંકરભાઈ ચૌધરીએ તિરંગો લહેરાવી સલામી આપી રાહના વિકાસ માટે રૂ.25 લાખની ગ્રાન્ટ
વાવ-થરાદ જિલ્લાના નવરચિત રાહ તાલુકા ખાતે જિલ્લાના પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી દેશની સુરક્ષા કરતા જવાનો, ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ અને યુવાનોના યોગદાનને બિરદાવ્યું હતું.
અહેવાલ:અમરત ગોહિલ
વાવ થરાદ જિલ્લો
રાહ ખાતે વાવ થરાદના પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી શંકરભાઈ ચૌધરીએ તિરંગો લહેરાવી સલામી આપી
રાહના વિકાસ માટે રૂ.25 લાખની ગ્રાન્ટ

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા આપણને વારસામાં મળી છે, પરંતુ વિકસિત ભારતનું નિર્માણ કરવાની જવાબદારી આપણી પેઢીની છે. વાવ-થરાદનો સરહદી વિસ્તાર હવે વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યો છે. નડાબેટનું સીમા દર્શન, ભારતમાલા હાઈવે, નાણી ખાતે આકાર લઈ રહેલા એરફોર્સ બેઝ-એરપોર્ટ સહિતના પ્રોજેક્ટથી કનેક્ટિવિટી અને રોજગારીની નવી તકો ઊભી થશે.
જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પાણી અને માર્ગ ક્ષેત્રે કરોડોના વિકાસકાર્યો ચાલી રહ્યા છે. નર્મદા કેનાલના પાણીથી તળાવો ભરવા રૂ.2,350 કરોડની યોજનાઓ, માર્ગો માટે રૂ.1,600 કરોડ અને પૂરના પાણીના કાયમી નિકાલ માટે રૂ.1,400 કરોડની યોજના સહિતના કામો પ્રગતિમાં છે. થરાદમાં રૂ.70.71 કરોડના ખર્ચે જિલ્લા સેવા સદન તથા રૂ.52 કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે.
અધ્યક્ષશ્રીએ રાહના વિકાસકાર્યો માટે રૂ.25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો. વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ અપાયો હતો. શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ પરેડ યોજી હતી.
અધ્યક્ષશ્રીએ યુવાનોને પાણી બચાવવા, પર્યાવરણનું જતન કરવા, નશામુક્ત સમાજ બનાવવા તથા દીકરીઓને શિક્ષણ અને સમાન તક આપવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.
પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ રત્નીબેન પરમાર, કલેક્ટર મયુર મહેતા, DDO કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.