🔥 TRENDING Five South Indian Films and OTT Series... The Times of India Unveils Official Tr... Official Trailer of 'Kaagitham Padaval... Gold Rates in Karnataka on 14 Sep 2026... Muslim Woman Leads Ganeshotsav in Karn... Karnataka’s Koraga families still awai...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાની વાવડી ગામની મહિલાની રૂ. 24.59 લાખની માલમત્તા ભરેલી બેગ ગુમ, ગારિયાધાર પોલીસમાં ફરિયાદ
Crime

નાની વાવડી ગામની મહિલાની રૂ. 24.59 લાખની માલમત્તા ભરેલી બેગ ગુમ, ગારિયાધાર પોલીસમાં ફરિયાદ

✍️ Reporter: Makvana Jaydip 🗓 29 Aug 2026, 12:44 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામની મહિલા સુરતથી પોતાના વતન પરત ફરતી વખતે રૂ. 24.59 લાખની માલમત્તા ભરેલી બેગ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. આ અંગે ગારિયાધાર પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, નાની વાવડી ગામના વતની અને હાલ સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા કોમલબેન પાર્થભાઈ કોરાટ 27 ઓગસ્ટની રાત્રે પોતાની માતા સાથે લક્ઝરી બસ મારફતે નાની વાવડી આવવા નીકળ્યા હતા. તેમની સાથે આશરે 16 જેટલો સામાન હતો.
28 ઓગસ્ટની વહેલી સવારે તેઓ નાની વાવડી બસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમના પિતા કાંતિભાઈ તેમને લેવા આવ્યા હતા. બસમાંથી સામાન ઉતારી રિક્ષામાં મૂકવામાં આવ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ સામાનની તપાસ કરતા એક બેગ ગુમ હોવાનું સામે આવ્યું હતું.
પરિવારજનોએ બસ, રિક્ષા તેમજ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ બેગનો કોઈ પત્તો મળ્યો ન હતો.
ગુમ થયેલી બેગમાં સોનાના મંગળસૂત્ર, ચેન, પોચો, બંગડીઓ, પેન્ડલ-બુટ્ટી સેટ, ઝુમ્મર બુટ્ટી, વીંટીઓ, બ્રેસલેટ સહિતના દાગીના, ચાંદીના વિવિધ દાગીના તેમજ રૂ. 1,30,000 રોકડ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ સોનાના દાગીના સહિતની માલમત્તાની કિંમત આશરે રૂ. 23,29,730, જ્યારે રોકડ સહિત કુલ રૂ. 24,59,730ની માલમત્તા ગુમ થઈ છે.
બેગ લક્ઝરી બસમાંથી ચોરાઈ કે રિક્ષામાંથી ગુમ થઈ તે અંગે સ્પષ્ટતા ન હોવાથી અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગારિયાધાર પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી અજાણ્યા ઈસમને શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે
📲Get App