स्थानीय
સુરતના સારોલી ટેક્સટાઈલ માર્કેટમાં 24 કલાકની ભારે લડત બાદ આગ પર કાબુ, 8 ફાયરફાઇટરોની કામગીરી યથાવત
यहाँ देखें:
▶️ YouTube
સુરતના સારોલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 34 કલાક પછી પણ આગની લડત ચાલુ, બિલ્ડિંગને ગંભીર નુકસાન, માર્કેટ સીલ, એનઓસી રદ.
સુરતના સારોલી શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 25 લિટર પાણીના મારો અને 8 ફાયરફાઇટરોની સતત કામગીરી છતાં 34 કલાક વીતી ગયા બાદ પણ આગની લડત યથાવત છે. આગ 6 માળના દુકાન નં. 601 અને 602 નજીકથી શરૂ થઈ અને ઝડપથી સમગ્ર માળમાં ફેલાઈ, લોખંડના શટરો ઓગળી ગયા અને બિલ્ડિંગના સ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું.
ફાયર વિભાગે અંદાજે 25 લિટરથી વધુ પાણીનો મારો ચલાવ્યો, બાજુની માર્કેટમાંથી પાણી મેળવી અને શટરો તોડી અંદર સતત પાણી છંટકાવ કર્યો. પરંતુ અંદર ગરમી એટલી વધારે હતી કે આગ વારંવાર ભભૂકી, અને ફાયર જવાનોને દુકાનોના શટરો તોડીને અંદર પહોંચવામાં ભારે અડચણો આવી.
બિલ્ડિંગના સ્લેબમાં તિરાડો, પીલરો ફાટ્યા, ગર્ડરો વળી ગઈ અને ફ્લોરિંગની લાદીઓ તૂટીને વિખેરાઈ ગઈ. 6 માળ સંપૂર્ણ ખાખ બની ગયું અને આગની ગરમીથી અગાસીના સ્લેબમાં મોટી તિરાડો પડી રહી છે, જેમાંથી ધુમાડા હજુ પણ નીકળી રહ્યા છે. માર્કેટની આંતરિક ફાયર ફાઈટિંગ સિસ્ટમ બંધ હતી અને વેન્ટિલેશનનો અભાવ હોવાથી બચાવ કામગીરીમાં ભારે વિલંબ થયો.
સારોલી પોલીસ અને એફએસએલએ માર્કેટના તમામ માળના સીસીટીવી ફૂટેજના ડીવીઆર કબજે લીધા છે અને આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. ગાંધીનગર વડી કચેરીએ ખોટી રીતે એનઓસી રિન્યૂ કરનારી એજન્સી સામે કડક કાર્યવાહી માટે રિપોર્ટ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે, અને માર્કેટની ફાયર સેફ્ટી સિસ્ટમ નિષ્ક્રિય હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ફાયર એનઓસી રદ કરવામાં આવી છે.