🔥 TRENDING Tripura CM Inaugurates Amtali Communit... Himachal Policeman's Arm Fractured by... Delhi Experiences Power Outage Delhi’s Air Quality Plummets to ‘Very... Delhi Air Quality Remains 'Poor' at 22... Tripura CM Condemns Opposition Road Bl...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પંચમહાલના શહેરા તાલુકામાં લગ્નના માત્ર ચાર મહિનામાં જ 23 વર્ષીય પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે.

✍️ Reporter: TAVIYAD JASVANTBHAI 🗓 21 Oct 2026, 10:54 AM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંચમહાલના શહેરા તાલુકામાં લગ્નના માત્ર ચાર મહિનામાં જ 23 વર્ષીય પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે.

પંચમહાલના શહેરા તાલુકામાં લગ્નના માત્ર ચાર મહિનામાં જ 23 વર્ષીય પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે. શહેરા તાલુકાના સાજીવાવ નવી વસાહતમાં બનેલી આ ઘટનામાં મૃતકના પિયર પક્ષે પતિ સંજય માલીવાડ પર મારઝૂડ કરવાનો અને દીકરીના મોત માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે.
મૃતકના પિતા જશવંતસિંહ ખાંટ સહિતના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. બીજી તરફ, પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, પારુલબેનને ચક્કર આવ્યા બાદ તેઓ બેભાન થઈ ગયાં હતાં અને ત્યારબાદ તેમનું મોત થયું હતું.
મોતનું સાચું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે. નાયબ પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે.
📲Get App