🔥 ट्रेंडिंग कार ने पार्केड ट्रक को टक्कर मारते 4 म... 55 दिनों की खोज के बाद माँ ने बेटे के... ખોખરા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દાર... यश की एक्शन फ़िल्म ‘टॉक्सिक’ का OTT रि... पूर्व और मध्य भारत में अंतिम मानसून बा... भारत ने चाइनीज़ ताइपेई को 37-21 से हरा...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

23 સપ્ટેબર 1917 ના રોજ ડોક્ટર બાબા સાહેબે બરોડા ના કમાટીબાગ માં પીપળાના વૃક્ષ નીચે લીધેલ સંકલ્પ ની ભીમ સૈનિકો દ્વારા બરોડા ખાતે દરવર્ષની ચાલુ વરસે ઉજવણી કરવામાં આવી

✍️ रिपोर्टर: Vankar Maheshbhai Mithabhai 🗓 24 सित. 2026, 01:36 PM 👁 33
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
23 સપ્ટેમ્બર 1917 ના રોજ બરોડાના કમાટી બાગ ખાતે આવેલા એક પીપળાના વૃક્ષ નીચે ડોક્ટર બાબા સાહેબ બેસી અને તેમની જોડે બનેલી ઘટનાને વિચારતા એક સંકલ્પ લીધો કે "હું જે સમાજમાં જન્મ્યો છું તે સમાજ સાથે થતી અમાનવીય,અન્યાય અને અત્યાચાર શોષણ અસ્પૃશ્યતા નહિ મીટાવું ત્યાં સુધી જંપીશ નહીં અને જો હું તે કાર્ય કરવામાં નિષ્ફળ રહીશ તો મારી જાતને બંદૂક ની ગોળી મારી દેહને અંત લાવીશ" આવા આકરો સંકલ્પ વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બરોડાની પાવન ધરતી પર લેવામા આવ્યો . દર વર્ષની જેમ ચાલુ વર્ષે સંકલ્પ દિવસ નિમિત્તે ડીજેના તાલે આદિવાસી ટીમલી દ્વારા અલગ અલગ રાજ્યોમાંથી સંગઠનો ના ભીમ સૈનિકો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને ફૂલહાર વિધિ કરવામાં આવી. સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના વિચારો ને પોસ્ટરો દ્વારા તેમના જન સુધી પહોંચે એવો પ્રયાસો કરવામાં આવ્યા.તેમજ ભીમ સૈનિક દ્વારા ચા -નાસ્તો ,પાપડી ,સેવ ઉસળ,કેળા , છાશ પાણી તેમજ પાકું ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી. ભીમ સૈનિકો દ્વારા અલગ અલગ રાજ્યોમાંથી આવેલા માણસોને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય તેના માટે પ્રયાસો કરવામાં આવ્યા.
📲Get App