🔥 TRENDING नवादा जिला पदाधिकारी रवि प्रकाश ने की... Punjab Police Bust Cross-Border Arms,... Kedaara Capital to invest $200 million... MP Govt Sets Wheat Procurement at ₹2,7... Roslyn, Washington Conducts Deliberate... Class VIII Girl Dies at PGI Chandigarh...
29 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અંકલેશ્વરમાં ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, રૂ. 2.27 લાખનો મુદ્દામાલ કબ્જે

✍️ Reporter: Shahid Mansuri 🗓 29 Aug 2026, 05:23 AM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંકલેશ્વરની પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ નજીકથી ગાંજાના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી અંદાજે રૂ. 2.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અંકલેશ્વરમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. અંકલેશ્વરની પાનોલી પોલીસે બાકરોલ બ્રિજ નજીક સર્વિસ રોડ પરથી આ કાર્યવાહી કરી હતી.

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને આ દરમિયાન એક ઈસમ શંકાસ્પદ રીતે ફરતો જણાયો હતો. પોલીસે તેને રોકીને તપાસ કરતાં તેની પાસેથી મોટી માત્રામાં ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે ગાંજાનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને કુલ અંદાજે રૂ. 2.27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે ઝડપાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગાંજા ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App