🔥 TRENDING સાબરકાંઠા પોલીસની અસામાજિક તત્વો સામે... સાબરકાંઠા પોલીસની અસામાજિક તત્વો સામે... 🏏 रोहित शर्मा शतक से चूके, 92 रन पर आ... Boiler Explosion at Andhra Pradesh Pha... Andhra Pradesh pitches Amaravati as sa... આતંક મચાવનાર કપિરાજ અંતે પાંજરે પુરાયા
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બોટાદ: ખોટી નંબર પ્લેટ કેસમાં 22 હજારની લાંચ લેતા GRD જવાન રંગેહાથ ઝડપાયો

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 03 Oct 2026, 04:27 PM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ જિલ્લાના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક GRD જવાનને ખોટી નંબર પ્લેટ અંગે ગુનો ન કરવા બદલ 22 હજાર રૂપિયાની લાંચ લેતા ACB દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

બોટાદ જિલ્લાના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કિશન ચૌહાણ નામના GRD (ગ્રામ રક્ષક દળ)ના જવાનને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. ACB (એન્ટી કરપ્શન બ્યુરો)ની ટીમે તેને 22 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, કિશન ચૌહાણ પર ખોટી નંબર પ્લેટ અંગેનો ગુનો નોંધવા માટે લાંચ માંગવાનો આરોપ છે. તેણે શરૂઆતમાં આ ગુનો ન કરવા બદલ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ બાદમાં સોદાબાજી બાદ 22 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

ACBની ટીમે ફરિયાદીની ફરિયાદના આધારે આ ગોઠવણ કરી હતી અને બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે જ કિશન ચૌહાણને 22 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતી વખતે ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ચકચાર મચી જવા પામી છે.
📲Get App