🔥 TRENDING Uttar Pradesh relaxes building‑map and... Gomti rises, rain alert for 30 UP dist... Akhilesh Yadav warns BJP of nationwide... Four Arrested with Weapons as ASI Nabb... Famed Bandhavgarh tigress Dotty dies;... Madhya Pradesh OBC 27% quota dispute:...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ સંગ્રહાલયનું નવસર્જિત ‘તાજમંઝિલ’ લોકાર્પણ: રૂ. 2.14 કરોડના ખર્ચે ફરી ખુલ્યું મુલાકાતીઓ માટે
Local

જૂનાગઢ સંગ્રહાલયનું નવસર્જિત ‘તાજમંઝિલ’ લોકાર્પણ: રૂ. 2.14 કરોડના ખર્ચે ફરી ખુલ્યું મુલાકાતીઓ માટે

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 22 Aug 2026, 05:44 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના સરદારબાગ ખાતે આવેલ ઐતિહાસિક સંગ્રહાલયના રિનોવેશન બાદ મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે તાજમંઝિલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ શહેરના સરદારબાગ, રાણી લક્ષ્મીબાઈ ચોક ખાતે આવેલ ઐતિહાસિક જૂનાગઢ સંગ્રહાલયની નવસર્જિત ‘તાજમંઝિલ’ ઈમારતનું ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે 22 ઓગસ્ટ, 2026ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે એક વર્ષથી રિનોવેશનના કારણે બંધ રહેલું આ સંગ્રહાલય હવે ફરીથી જાહેર જનતા અને મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 2 કરોડ 14 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં પ્રદર્શનની કામગીરી માત્ર ત્રણ માસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે.

તાજમંઝિલમાં જૂનાગઢના નવાબી શાસનકાળની અમૂલ્ય ઐતિહાસિક અને હસ્તકળાની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં પ્રાચીન હથિયારો, તોપ, બંદૂક, તલવાર, ભાલા, કટારી, પિત્તળ અને કાંસ્યના ઓજારો, ચાંદીના વાસણો, બ્લ્યુ પોટરી, ટેરાકોટાના ફ્લાવર વાઝ, ચાંદીના સૌંદર્ય પ્રસાધનો, કોતરણીવાળા લાકડાના કબાટ, અરીસા, રંગીન કાચના ઝુમ્મર, પાલખી, અંબાડી, ચાંદીના દાગીના અને રમકડાં જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, યુરોપિયન ગેલેરી, મિનિએચર પેઈન્ટિંગ ગેલેરી, ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી અને જૂનાગઢની આરઝી હકુમતને લગતી નવી ગેલેરીઓ પણ તૈયાર કરવામાં આવી છે.

લોકાર્પણ પ્રસંગે લાલ રિબિન કાપીને તથા દીપ પ્રાગટ્ય કરી તાજમંઝિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સંગ્રહાલયની મુલાકાત લઈ વિવિધ ઐતિહાસિક ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, સંગ્રહાલયના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ઇતિહાસપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App