🔥 TRENDING Bengaluru Police Arrest Suspect in Whi... 11 Indians Killed in Nepal Bus Acciden... Couple Receives ₹2 Lakh Compensation A... Twins Killed in Fujairah Crash to Be B... Uttarakhand Sees Dense Clouds and Fog,... Government Announces Major Revision to...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

21 છગ્ગા, 7 ચોગ્ગા સાથે બેવડી સદી... ન્યૂઝીલેન્ડના બેટરની ધમાકેદાર બેટિંગ, વર્લ્ડ રેકોર્ડ તૂટતા રહી ગયો!

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 13 Nov 2026, 09:35 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સૌથી વધુ છગ્ગા ફટકારનારો ન્યૂઝીલેન્ડનો બેટર બની ગયો છે. 12 નવેમ્બર, ગુરુવારે ઓકલેન્ડના ઈડન પાર્ક આઉટરમાં રમાયેલી આ મેચમાં જેકોબ્સ ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો. તેણે પોતાની પ્રથમ લિસ્ટ-A સદી પૂરી કર્યા બાદ તેને બેવડી સદીમાં ફેરવી દીધી હતી.
ન્યૂઝીલેન્ડના બેવોન જેકોબ્સે ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ તરફથી રમતા ઓટાગો સામે 137 બોલમાં અણનમ 202 રન ફટકારી ઇતિહાસ રચ્યો છે. ઈડન પાર્ક ખાતે રમાયેલી આ મેચમાં તેણે 21 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકારી લિસ્ટ-A ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો. તે બેવડી સદી ફટકારનાર ચોથો ન્યૂઝીલેન્ડનો બેટર છે.
21 છગ્ગા, 7 ચોગ્ગા સાથે બેવડી સદી... ન્યૂઝીલેન્ડના બેટરની ધમાકેદાર બેટિંગ, વર્લ્ડ રેકોર્ડ તૂટતા રહી ગયો!
ન્યૂઝીલેન્ડના યુવા બેટર બેવોન જેકોબ્સે ઘરેલુ ક્રિકેટમાં ઐતિહાસિક ઇનિંગ રમીને ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ફોર્ડ ટ્રોફીમાં ઓકલેન્ડ તરફથી રમતાં ઓટાગો સામે તેણે માત્ર 137 બોલમાં અણનમ 202 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 21 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ન્યૂઝીલેન્ડનો બેટર બની ગયો છે. 12 નવેમ્બર, ગુરુવારે ઓકલેન્ડના ઈડન પાર્ક આઉટરમાં રમાયેલી આ મેચમાં જેકોબ્સ ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતર્યો હતો. તેણે પોતાની પ્રથમ લિસ્ટ-A સદી પૂરી કર્યા બાદ તેને બેવડી સદીમાં ફેરવી દીધી હતી.


વિશ્વ રેકોર્ડથી માત્ર 2 છગ્ગા દૂર રહ્યો

જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના વિશ્વ રેકોર્ડથી માત્ર બે છગ્ગા દૂર રહી ગયો હતો. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડાર્સી શોર્ટના નામે છે. તેણે 2018માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતાં ક્વીન્સલેન્ડ સામે 257 રનની ઇનિંગમાં 23 છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત જેકોબ્સ લિસ્ટ-A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો ન્યૂઝીલેન્ડનો ચોથો બેટર બન્યો છે. તેના પહેલાં જેમી હો (2012), માર્ટિન ગપ્ટિલ (2015) અને ચાડ બોવેસ (2024) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સનો પણ રહી ચૂક્યો છે હિસ્સો

બેવોન જેકોબ્સ IPL 2024 દરમિયાન પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે જોડાયો હતો. જોકે, 2025ની સિઝનમાં તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી. ત્યારબાદ ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરી દીધો હતો. જેકોબ્સનો જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તે લગભગ ત્રણ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યૂઝીલેન્ડ આવી ગયો હતો. 2023-24ની સુપર સ્મેશ ટૂર્નામેન્ટમાં કેન્ટરબરી કિંગ્સ તરફથી રમતાં તેણે છ ઇનિંગમાં 134 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 188.73 રહ્યો હતો. ભારત સામે તાજેતરમાં રમાયેલી પાંચ મેચની T20 સિરીઝમાં પણ જેકોબ્સે 136 રન બનાવ્યા હતા. તે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ માટે 16 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. જોકે, તેને હજુ વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી.
📲Get App