🔥 TRENDING BCCI Intervenes to Preserve Arunachal'... Mughal Road Temporarily Closed After F... Traffic Police Issue New Advisory for... Jammu Kashmir Police Warns Citizens Ab... Three Goa Residents Arrested for Suppl... The Goan publishes editorial "The rule...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત ઇકો સેલ દ્વારા જમીન પચાવી પાડવાના જૂના ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ, 21 વીંઘા જમીનનો મામલો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 Oct 2026, 07:48 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે ચોર્યાસી તાલુકાના ખરવાસા ગામની અંદાજે 21 વીંઘા કિંમતી જમીનમાં સગી બહેનોનો વારસાઈ હક્ક ડુબાડી દેવાના ગંભીર ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આ મામલે ભરૂચના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી.

સુરત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચે જમીન પચાવી પાડવાના એક ગંભીર અને જૂના ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. ચોર્યાસી તાલુકાના મોજે ખરવાસા ગામમાં આવેલી વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની બ્લોક નંબર 178 (વાસુદેવવાળું), બ્લોક નંબર 168 (ડોસીવાળું) અને બ્લોક નંબર 144 (ગોરાટ કાબો વાળી) એમ કુલ અંદાજે 21 વીંઘા કિંમતી જમીનમાંથી સગી બહેનોનો વારસાઈ હક્ક ડુબાડી દેવાયો હતો.

આ સમગ્ર છેતરપિંડી અંગે ભરૂચના અંકલેશ્વર તાલુકાના ઊંટિયાદરા ગામના ગીરીશકુમાર નરેન્દ્રસિંહ સોલંકીએ પોતાની માતા ધનુબેન અને માસી ભાવનાબેન સાથે થયેલી છેતરપિંડી અંગે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ ગુનાહિત કાવતરાની શરૂઆત વર્ષ 1996માં થઈ હતી, જ્યારે જમીનના અન્ય સહવારસદારોએ અંદરોઅંદર મળીને એક ઓગસ્ટ, 1996ના રોજ જમીનની ખોટી અને ગેરકાયદે વહેંચણી દર્શાવતો એક બનાવટી કરાર ઊભો કર્યો હતો. આ વહેંચણી કરારમાં ફરિયાદીની માતા ધનુબેન તેમજ માસી ભાવનાબેનની સંમતિ વિના તેમની ખોટી સહીઓ કરી દેવામાં આવી હતી.

આ દસ્તાવેજ બનાવટી હોવાનું જાણતા હોવા છતાં જમુભાઈ આહીર, બાબુભાઈ નાયકા અને દૌલતસિંહ ગોહિલ નામના સાક્ષીઓએ તેમાં સહી કરી આ ગુનાહિત કૃત્યને મદદ પહોંચાડી હતી. પોલીસે આ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App