🔥 TRENDING ‘I Hate Marriage’ Trailer Released, Sp... Bihar News Live: Amar Ujala Provides L... વિરમગામમાં નશાકારક મેફેડ્રોન (MD) ડ્રગ... Mammootty's 'OM' Aims for Record-Break... New 'Avengers: Doomsday' Trailer Comin... લીલીયા ગેસ એજન્સીમાં 66 એક્સપાયર LPG બ...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર બજાણા પોલીસની મોટી કાર્યવાહી અશોક લેલન બડા દોસ્ત ગાડીમાંથી વિદેશી દારૂની 2,088 બોટલો અને બીયરના ટીન સહિત રૂ. 8.23 લાખનો મુદ્દામાલ ઝડપાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 17 Nov 2026, 08:27 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી બજાણા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અશોક લેલન કંપનીની સફેદ કલરની બડા દોસ્ત ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો તથા બીયરના કુલ 2,088 નંગ, જેની કિંમત રૂ. 3,22,536 થાય છે, તેમજ અન્ય મુદ્દામાલ રૂ. 5,00,500 મળી કુલ રૂ. 8,23,036નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ બજાણા પોલીસને ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે, અશોક લેલન કંપનીની સફેદ કલરની બડા દોસ્ત ગાડી નંબર GJ 36 V 8547 વિરમગામથી ધ્રાંગધ્રા તરફ જવાની છે. આ ગાડીમાં ટાયર અને બોડી વચ્ચે ખાસ પ્રકારની સિસ્ટમ બનાવી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે બજાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ટાંક સહિત પોલીસ સ્ટાફે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂ. 8,23,036નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. આ મામલે પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓની વિગતો
રાજુભાઈ તશાજી દેગામા, ઉંમર 22 વર્ષ, વ્યવસાય ડ્રાઇવિંગ, હાલ રહે. ઢોરા વિસ્તાર, રેલવે ફાટક સામે, હળવદ, જી. મોરબી; મૂળ રહે. તારાનગર, તાલુકો શંખેશ્વર, જીલ્લો પાટણ. રેઇડ દરમિયાન ઝડપાયો.
વિપુલભાઈ, રહે. હળવદ તથા તપાસ દરમિયાન ખુલ્લે તે તમામ. કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ
વી.એમ. ટાંક પોલીસ ઇન્સ્પેક્ટર, બજાણા પોલીસ સ્ટેશન
ASI. હિતેશકુમાર બળદેવભાઈ બકલ નંબર 1158
PHC યશપાલસિંહ ઘનશ્યામસિંહ બકલ નંબર 1422
પો.હેડ.કોન્સ. વલ્લભભાઈ બાબુભાઈ બકલ નબર 940
પોલીસ કોન્સ્ટેબલ. રાકેશભાઈ ભાવજીભાઈ બકલ નંબર 380 પોલીસ કોન્સ્ટેબલ. વિરમદેવ દેવરાજભાઈ બકલ નંબર 126 બજાણા પોલીસની આ સફળ કામગીરીથી હાઈવે પર થતી દારૂની હેરાફેરી સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App