🔥 TRENDING Former ED Officer Niranjan Singh to Jo... Pakistani Prisoner Transferred from Ag... Devasa's Dol Gyaraas: 7.5‑kg Nrisimha... ନୀଳପଦା ଅଙ୍ଗନବାଡି କେନ୍ଦ୍ରରେ ଦୁର୍ନୀତି ଅଭ... पूना पैक्ट दिवस पर जंतर-मंतर में 'संपू... ఇచ్చోడలో ఘనంగా సామూహిక కుంకుమార్చన
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નવા મુવાડા ક્લસ્ટર કક્ષાની વિકસિત ભારત 2047 અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ

✍️ Reporter: Burhaan sibhai 🗓 22 Sep 2026, 10:20 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ મોહિયા ના તળાવ પ્રાથમિક શાળા ખાતે નવા મુવાડા ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર આયોજન નવા મુવાડા ક્લસ્ટરના સી. આર.સી. કો ઓર્ડીનેટર ધવલભાઈ પરમાર ના માર્ગદર્શન અને શાળાના આચાર્ય શ્રી બ્રિજેશભાઈ પટેલ ના સહયોગ થી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માત્ર શાળા પૂરતો સીમિત ન રહેતા સમગ્ર ગામ માટે રાષ્ટ્રનિર્માણનો ઉત્સવ બની રહ્યો. ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને માતાઓએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો ક્લસ્ટર કક્ષાની આ સ્પર્ધાઓ પૈકી ચિત્ર સ્પર્ધામાં માં પટેલિયા દીપીકાબેન પ્રથમ પગી પ્રિતેશ દ્વિતીય અને
પટેલિયા વસંતીબેન તૃતીય નંબરે વિજેતા થયેલ હતા જ્યારે વાર્તા કથન સ્પર્ધા માં ખાંટ કૃપાલ વિજેતા થયેલ હતા વિકસિત ભારતના સંકલ્પ સાથે ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. સી.આર.સી.કો. શ્રી ધવલ પરમાર અને આચાર્યશ્રી બ્રિજેશભાઈ પટેલે ઉપસ્થિત ગ્રામજનો અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો
📲Get App