🔥 ट्रेंडिंग योगी कैबिनेट के 23 अहम प्रस्तावों पर म... અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામે ઝડપી સદ... जैसलमेर में 18 सितंबर को शाम‑रात संभाव... मणिपुर पुलिस‑बीएसएफ ने थौबल में हथियार... मणिपुर के सीएम ने बुनियादी ढाँचे की सु... मणिपुर के सीएम ने जूनीयर हॉकी कप्तान ख...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
सरकारी योजना

ઉધના ઝોનના બમરોલી-વિનાયક નગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે 2.04 કરોડના ખર્ચે 151 સ્થળોએ વોટર રિચાર્જ બોરવેલના કામોનું ખ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 18 सित. 2026, 06:48 AM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં જ ઝીલીને ભૂગર્ભમાં ઉતારવું એ સમયની માગ છે. ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત દેશમાં 1.55 કરોડથી વધુ જળ સંચય સ્ટ્રક

ઉધના ઝોનના બમરોલી-વિનાયક નગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે 2.04 કરોડના ખર્ચે 151 સ્થળોએ વોટર રિચાર્જ બોરવેલના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં જ ઝીલીને ભૂગર્ભમાં ઉતારવું એ સમયની માગ છે. ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત દેશમાં 1.55 કરોડથી વધુ જળ સંચય સ્ટ્રક્ચર્સ બન્યા છે, જેના થકી વાર્ષિક 12 બીસીએમથી વધુ પાણી જમીનમાં ઉતારાયું છે.

ભૂગર્ભ જળ ખેંચીને લીધેલું ધરતી માતા નું ઋણ ચૂકવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. સુરતમાં 6 હજાર સ્ટ્રક્ચર્સ કાર્યરત છે. નવા 151 બોરવેલથી જળસ્તર ઊંચા આવવાની સાથે પાણીની ગુણવત્તા પણ સુધરશે.

10,969 ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ તૈયાર કરાઇ વરસાદી પાણીને વહી જતું અટકાવીને ભૂગર્ભમાં રિચાર્જ કરવું, તાપી પરની નિર્ભરતા ઘટાડવી ભૂગર્ભ જળસ્તર વધારવું અને ખાડીપૂર વોટરલોગિંગ ઘટાડવા માટે પાલિકાએ ‘કેચ ધ રેઈન’ હેઠળ 10,969 ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સિસ્ટમ તૈયાર કરાયાં છે.

અગાઉના તબક્કામાં 6હજારથી વધુ (બોરવેલ રિચાર્જ, રિચાર્જ પિટ્સ વગેરે) બનાવવામાં આવ્યા હતાં.પાલિકાએ વિવિધ સ્થળો માટે 12 ડિઝાઇન તૈયાર કરી છે. જળસંચયમાં સુરત ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. જ્યારે તે દેશભરમાં છઠ્ઠા ક્રમે છે. ‘જળસંચય જન ભાગીદારી’ એવોર્ડ પણ મળ્યો છે.
📲Get App