🔥 TRENDING વોકલ ફોર લોકલ’ અને "આત્મનિર્ભર ભારત" અ... Dean Lewis unveils new English music v... Shanaya Praises Gullu's Gameplay with... Bengaluru‑Goa Vande Bharat service cou... उरई में पुलिस का पैदल गश्त अभियान, संद... फारबिसगंज में नगर कांग्रेस ने इन्दिरा...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027; ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તા. 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027નો રોડ-શો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો...

✍️ Reporter: Atul Thakor 🗓 08 Nov 2026, 08:50 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027; ગુજરાત સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તા. 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027નો રોડ-શો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો...

➡️ આઠ રાઉન્ડ ટેબલ બેઠકોમાં 150થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો; ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ડેલિગેશને 11 વન-ટૂ-વન બેઠકો, 4 મંત્રીસ્તરીય બેઠકો અને 6 સાઇટ મુલાકાતો લીધી, ઉપરાંત 3 પ્રવાસી ભારતીય કાર્યક્રમોમાં (ડાયસ્પોરા) હાજરી આપી...

➡️ આ રોડ-શૉનો મુખ્ય હેતુ આર્થિક ભાગીદારી મજબૂત કરવાનો, રોકાણ આકર્ષવાનો અને ક્રિટિકલ મિનરલ્સ, ઊર્જા, રિન્યુએબલ એનર્જી, ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ, શિક્ષણ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન ક્ષેત્રે ગુજરાતમાં રહેલી તકોને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો; આ રોડ-શૉમાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની સાથે ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા...

➡️ આ પ્રવાસના ભાગરૂપે મેલબોર્ન અને બ્રિસ્બેનમાં ભારતીય અને ગુજરાતી સમુદાય સાથે 2 કાર્યક્રમો યોજાયા કે જેમાં તેમને VGGS 2027માં ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાવવા આમંત્રણ અપાયું; જ્યારે ઓકલેન્ડ ખાતે યોજાયેલા ડાયસ્પોરા કાર્યક્રમમાં ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય અને ગુજરાતી સમુદાય સાથે પણ બેઠક યોજવામાં આવી...
📲Get App