🔥 TRENDING तमाशा कलेला नवसंजीवनी देण्यासाठी रामदा... ग्राम पंचायत बोरज में शंकर जी और रामला... मुंबई के 23 वर्षीय युवक ने छत्रपती संभ... महेश नाग सड़क हादसे में दो युवकों की मृत्यु ललितपुर में #lalitpur टैग सोशल मीडिया...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા અધિકારીઓએ સેનસ 2027 રાજ્યકક્ષાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી

✍️ Reporter: Hardik vaishnav 🗓 05 Nov 2026, 09:34 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા ના અધિકારીઓ શ્રી પુનીત દિલીપકુમાર દવે અને શ્રી અમિત સુરેશભાઈ વૈષ્ણવ એ અમદાવાદમાં SPIPA ખાતે રાજ્યકક્ષાની માસ્ટર ટ્રેનર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી.

ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા માટે ગૌરવની ક્ષણ!
ભારતીય જનગણના (Census 2027) ના ફેઝ-2 અંતર્ગત રાજ્યકક્ષાની તાલીમનું આયોજન SPIPA, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા વતી અધિકારીશ્રીઓ શ્રી પુનીત દિલીપકુમાર દવે તથા શ્રી અમિત સુરેશભાઈ વૈષ્ણવ એ રાજ્યકક્ષાના માસ્ટર ટ્રેનર તરીકેની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
આ બંને અધિકારીશ્રીઓએ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા સરકારી પોલીટેકનિક, ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિ બદલ બંને અધિકારીશ્રીઓને હાર્દિક અભિનંદન તથા ભવિષ્યની જવાબદારીઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ગાંધીનગર માટે ગૌરવની બાબત!

🎙️ રિપોર્ટર: હાર્દિક વૈષ્ણવ
ગાંધીનગર
📲Get App