National
મોંઘીબા ગાયત્રી વિદ્યાલય, લાડવેલ ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ-2026-27ની ભવ્ય ઉજવણી
મોંઘીબા ગાયત્રી વિદ્યાલય, લાડવેલ ખાતે સંસ્કૃત ભાષા, સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વિદ્યાર્થીઓમાં પ્રેમ, ગૌરવ અને અભિરુચિ કેળવવાના હેતુથી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ-2026-27ની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સંસ્કૃત સપ્તાહ અંતર્ગત યોજાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સંભાષણ, શ્લોક ગાન, સંસ્કૃત ગીત, એક મિનિટ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા તથા સંસ્કૃત સાહિત્ય આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સંસ્કૃત સાહિત્ય દિવસના મુખ્ય કાર્યક્રમમાં બાલિકાઓ દ્વારા મહેમાનોનું ચંદન તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રીમતી ડી.ડી. પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થના કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી એમ.એમ. પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત તથા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી અનિતાબેન એન. પટેલ તથા મુખ્ય અતિથિ નોડલ અધિકારીશ્રી અશોકભાઈ પ્રજાપતિ, અન્ય શાળાના આચાર્યશ્રીઓ અને મહેમાનશ્રીઓનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ તથા પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
ધોરણ-10ની વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર શ્લોક ગાન અને ધોરણ-12ની વિદ્યાર્થિનીઓ દ્વારા “કાલિદાસો જને જને...” સંસ્કૃત ગીતની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. નોડલ અધિકારીશ્રી અશોકભાઈ પ્રજાપતિએ સંસ્કૃત ભાષાના મહત્વ અંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કોલેજના પ્રોફેસર તથા પધારેલા શાળાના આચાર્યશ્રીઓએ પણ માર્ગદર્શન આપ્યું હતું. એન.કે. પટેલ સાહેબ દ્વારા પ્રાચીન સંસ્કૃત ભાષા અને તેના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ધોરણ-11ના વિદ્યાર્થી માછી તરુણ દ્વારા સંસ્કૃત સાહિત્ય વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને એક મિનિટ સ્પર્ધા યોજાઈ હતી. સાથે જ સંસ્કૃત કક્ષનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્લોક, સંસ્કૃત ગીત, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કૃત ભાષાની સમૃદ્ધ પરંપરાનો પરિચય કરાવ્યો હતો. અંતે એમ.એન. ગામીત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ સમગ્ર સંસ્કૃત સપ્તાહ મહોત્સવ શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, મહેમાનો તથા ગ્રામજનોના સહયોગથી સફળ અને યાદગાર બન્યો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં “સંસ્કૃત ભાષા એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે” તેવી ભાવના વધુ મજબૂત બની હતી.